Connect Gujarat
સુરત 

સુરત: રિંગવાળી બાઇક પાછળ લોકોને લાગ્યુ ઘેલુ,જુઓ કોણ છે આ બાઇક બનાવનાર

હાલ સોશિયલ મીડિયા પર રીંગ વાળી બાઈકનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ બાઈક જોઈને લોકો ખૂબ જ આકર્ષિત થઈ રહ્યા છે.

X

હાલ સોશિયલ મીડિયા પર રીંગ વાળી બાઈકનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ બાઈક જોઈને લોકો ખૂબ જ આકર્ષિત થઈ રહ્યા છે. અને પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.આવો ચાલો જાણીએ રીંગ વાળી બાઇક બનાવનાર કોણ છે.

આ છે 65 વર્ષીય ગેરેજનું કામ કરતા નટુભાઈ પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી સુરત શહેરના અઠવા વિસ્તારમાં આવેલ આદર્શ પછાત વર્ગ સોસાયટીમાં રહેતા છે. રીંગ વાળી બાઇક નટુભાઈ જાતે બનાવી છે.નટુભાઈ છેલ્લા 40 વર્ષથી ગેરેજના કામ સાથે સંકળાયેલા છે. તેઓને અચાનક એક વિચાર આવ્યો કે એ કઈ યુનિક બાઇક બનાવીએ જેનાથી લોકો આકર્ષિત થાય તો પછી શું નટુભાઈએ એક રીંગ વાળી બેટરીથી ચાલતી બાઈક બનાવી કાઢી.નટુભાઈ આ બાઈક લઈને જ્યારે રોડ પર નીકળતા હોય છે ત્યારે લોકો બાઈક જોવા માટે ઊભા થઈ જાય છે. અને અનેક વાહન ચાલકો નટુભાઈ ના રિંગ વાળી બાઇક પાસેથી પસાર થતા હોય છે ત્યારે પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે. નટુભાઈ એ જણાવ્યું હતું કે તેવો 17 વર્ષના ત્યારે એક હોલીવુડ મુવી જોઈ હતી.તેમાં આવી રીતના બાઈક નો ઉપયોગ થતો હતો. જેથી તેમને ધાર્યું કે આવી જ રીતના આકર્ષિત વીડિયો બનાવીએ.નટુભાઈએ ચાર મહિનામાં ઈલેક્ટ્રીક બેટરી થી ચાલતી રીંગ વાળી બાઇક બનાવી કાઢી. આ બાઈકની વિશેષતા છે કે 30 કિલોમીટર ચાલી શકે તેવી બેટરી લગાવવામાં આવી છે, આ બાઇકની 30ની એવરેજ છે.2 કલાકમાં 7 રૂપિયામાં બેટરી ચાર્જિંગ થઈ જાય છે.

Next Story