સુરત : ગ્લોબલ માર્કેટમાં ઇન્કમટેક્સ ઓફિસરના નામે ખંડણી માંગતા એક ગઠિયાનો ભાંડો ફૂટ્યો!પોલીસે કરી ધરપકડ

સુરતના ગ્લોબલ માર્કેટમાં ઇન્કમટેક્સ ઓફિસરના નામે ખંડણી માંગતા એક ગઠિયાનો ભાંડો ફૂટ્યો હતો,વેપારીની સતર્કતાએ નકલી ઓફિસરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો

New Update
  • નકલી ઇન્કમટેક્સ ઓફિસર ઝડપાયો

  • ગ્લોબલ માર્કેટના વેપારીને ડરાવ્યા હતા

  • ફાઈલ ક્લોઝ કરવાના નામે 4 લાખ માંગ્યા

  • વેપારીએ ઓળખકાર્ડ માંગતા ભાંડો ફૂટ્યો

  • વરાછા પોલીસે ભેજબાજની કરી ધરપકડ 

સુરતના  ગ્લોબલ માર્કેટમાં આશાપુરા ફેશન’ નામે વેપાર કરતા રામસિંગ ચૌહાણને વિજયસિંહ ચૌહાણ નામના શખ્સે વોટ્સએપ કોલ કર્યો હતો.અને પોતાને ઇન્કમટેક્સ ઓફિસર ગણાવી વિજયસિંહે ધમકી આપી હતી કે "તમારી ફાઈલ ઇન્કમટેક્સમાં આવી છેજો કેસ ક્લોઝ કરવો હોય તો 4 લાખ રૂપિયા આપવા પડશે."એટલું જ નહીંઆ નકલી ઓફિસરે વેપારીને સોદો નક્કી કરવા ખાનગી હોટલમાં પણ બોલાવ્યા હતા.

પરંતુ વેપારી રામસિંગભાઈ ડરવાને બદલે જાગૃત બન્યા હતા.તેમણે અન્ય વેપારી મિત્રો સાથે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ નામે કોઈ અધિકારી છે જ નહીં. જ્યારે આ નકલી ઓફિસર ફરીથી દુકાને આવ્યોત્યારે રામસિંગભાઈએ તેની પાસે ઓળખપત્ર માંગ્યું હતું. અને તેનો ભાંડો ફૂટી ગયો હતો. આ અંગે તેઓએ વરાછા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે આ ભેજાબાજ વિજયસિંહની અટકાયત કરી લીધી હતી.અને વધુ તપાસ શરૂ કરી હતી.

Latest Stories