સુરત : ગોડાદરામાં ધોળા દિવસે યાર્નના વેપારી પર ફાયરિંગની ઘટનામાં પોલીસે સોપારી કિલિંગ આરોપીની કરી ધરપકડ

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે સંજય પડશાળા નામના યાર્નના વેપારી પર ફાયરિંગ થયું હતું.તેઓની પાછળથી આવેલા બાઈક સવારે પીઠ પર ગોળી મારી હતી

New Update
  • ગોડાદરામાં દિન દહાડે ફાયરિંગની ઘટનાનો મામલો

  • યાર્નના વેપારી પર થયું હતું ફાયરિંગ

  • ફાયરિંગ કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

  • આરોપી સોપારી કિલિંગ હોવાનો થયો ખુલાસો

  • મિત્રની પત્ની સાથે વેપારીના આડા સંબંધની શંકા 

  • વેપારીને મોતને ઘાટ ઉતારવા લીધી હતી સોપારી 

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે યાર્નના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું,ઘટનામાં વેપારી ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ ચકચારી ઘટનામાં પોલીસે સોપારી કિલિંગ આરોપીની ધરપકડ કરી હતી.

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે સંજય પડશાળા નામના યાર્નના વેપારી પર ફાયરિંગ થયું હતું.તેઓની પાછળથી આવેલા બાઈક સવારે પીઠ પર ગોળી મારી હતી. ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયેલા વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ફાયરિંગ કરી આરોપી ફરાર થઈ ગયો હતો.સર્જાયેલી ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી.પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.જેમાં પોલીસે સોપારી કિલિંગ આરોપી હરેશ ગજેરાની ધરપકડ કરી હતી.અને પોલીસ પૂછપરછમાં આરોપી હરેશ ગજેરાએ  જણાવ્યું હતું કે ભુપત નામના તેના મિત્રની પત્ની સાથે યાર્નના વેપારીને આડા સંબંધની શંકા હતી,તેથી સંજય પડશાળા પર હુમલો કરવાની સોપારી લીધી હોવાની કબૂલાત કરી હતી.

Latest Stories