Connect Gujarat
સુરત 

સુરતને “સાયબર સેફ” બનાવવા પોલીસની પહેલ, જનજાગૃતિ લાવવા સાયબર સંજીવની અભિયાન 2.0 શરૂ કરાયું

સુરતમાં સાયબર ફ્રોડ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે સાયબર સંજીવની અભિયાન 2.0 શરૂ કરવામાં આવ્યું છે

X

સુરતમાં સાયબર ફ્રોડ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે સાયબર સંજીવની અભિયાન 2.0 શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરતના વરાછા પોલીસ મથકની હદમાં લોકોને સાયબર ફ્રોડ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સુરત શહેરને સાયબર સેફ બનાવવા અને લોકો ઓનલાઇન છેતરપીંડીનો ભોગ ન બને તે માટે જનજાગૃતિ માટે સુરતમાં સાયબર સંજીવની અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સાયબર અવરનેસ માટે સાયબર સંજીવની મોબાઈલ વાન તથા વેબ પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ સાયબર સંજીવની અભિયાન અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારોમાં લોકોને નાટક ભજી સાયબર ક્રાઈમ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં પણ જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વરાછા સ્થિત પટેલ સમાજ હોલ ખાતે સાયબર ક્રાઈમ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં હીરા વેપારી, કર્મચારીઓ અને લોકો માટે ત્રણ તબક્કામાં કાર્યક્રમમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એસીપી, ડીસીપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને લોકોને સાયબર ફ્રોડથી બચવા માટે શું શું તકેદારીઓ રાખવી તેની માહિતી આપી હતી.

Next Story