Connect Gujarat
સુરત 

મધ્યપ્રદેશથી ભાગેલ પ્રેમી પંખીડાએ સુરતના કડોદરામાં પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી

પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી મહેશ ખટીક સગીરાને લઈને પલસાણા તાલુકાના કડોદરા ખાતે આવેલા તૃપ્તિ એપાર્ટમેન્ટના બી-505માં રહે છે.

મધ્યપ્રદેશથી ભાગેલ પ્રેમી પંખીડાએ સુરતના કડોદરામાં પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી
X

પલસાણા તાલુકાના કડોદરા ખાતે આવેલા તૃપ્તિ રેસિડેન્સીમાં રહેતાં એક યુવક અને તેની 14 વર્ષીય પ્રેમિકાએ પાંચમા માળેથી મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું હતું. એક વર્ષ અગાઉ યુવક મધ્યપ્રદેશથી સગીરાને ભગાડીને ગુજરાત લઈ આવ્યો હતો. કડોદરા ખાતે પોલીસ ઘરે શોધવા આવતાં બંને બારીમાંથી કૂદી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ હતી.

મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના રામટેકરી મંદસોર ખાતે રહેતો યુવક એક વર્ષ અગાઉ 14 વર્ષની સગીરાને ભગાડી ગુજરાત આવ્યો હતો. એને લઇને સગીરાના પરિવારે સ્થાનિક પોલીસ મથક ખાતે યુવક વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાવ્યો હતો. એને લઇને મધ્યપ્રદેશ પોલીસે તપાસ હાથ ધરી હતી. એ દરમિયાન પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી મહેશ ખટીક સગીરાને લઈને પલસાણા તાલુકાના કડોદરા ખાતે આવેલા તૃપ્તિ એપાર્ટમેન્ટના બી-505માં રહે છે. એ માહિતીના આધારે મધ્યપ્રદેશ પોલીસ કડોદરા પોલીસને સાથે રાખી સ્થળ પર પહોંચી હતી. સ્થળ પર પહોંચેલી કડોદરા પોલીસ અને મધ્યપ્રદેશ પોલીસ દરવાજો ખખડાવતી હતી. એ દરમિયાન ઘરમાં રહેલાં પ્રેમી પંખીડાંએ બારીમાંથી એકસાથે છલાંગ લાગવી હતી. એને લઇને એપાર્ટમેન્ટ નીચે રહેલા લોકોએ બૂમાબૂમ કરતાં પોલીસને કંઈ અજુગતું લાગ્યું હતું, જેથી તેઓ પણ નીચે જઈ તપાસ કરતાં છલાંગ લગાવેલાં બંને પ્રેમી પંખીડાં હોવાનું જાણવા મળ્યું હતું. બંને પ્રેમી પંખીડાંને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.

Next Story