Connect Gujarat
સુરત 

રાહુલ ગાંધી “માનહાનિ” કેસ : 2 વર્ષની સજા મોકૂફ રાખવા કરેલી અપીલની સુરત કોર્ટમાં સુનાવણી..!

રાહુલ ગાંધી માનહાનિ કેસને લઈને રાજકીય ક્ષેત્રે પણ ખૂબ ગરમાગરમી આવી ગઈ છે. આક્ષેપ-પ્રત્યાક્ષેપો કરવામાં આવી રહ્યા છે,

X

રાહુલ ગાંધી માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે 2 વર્ષની સજા જાહેર કરી છે. આ સાથે જ તેમજ તેમનું સંસદ પદ પણ રદ કરવામાં આવ્યું છે. આથી રાહુલ ગાંધીએ સ્ટે ઓફ કન્વિક્શનની અપીલ કરી હતી. જેનું કોર્ટમાં હિયરિંગ શરૂ થઈ ચૂક્યું છે, જ્યારે આજે સુરત કોર્ટમાં આ મામલે સુનાવણી હોવાથી કોંગ્રેસના નેતાઓ સહીત રાહુલ ગાંધીના વકીલ સુરત કોર્ટ પહોંચ્યા હતા.

રાહુલ ગાંધી માનહાનિ કેસને લઈને રાજકીય ક્ષેત્રે પણ ખૂબ ગરમાગરમી આવી ગઈ છે. આક્ષેપ-પ્રત્યાક્ષેપો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે સુરત કોર્ટમાં સુનાવણી હોવાથી કોંગ્રેસના નેતાઓ સુરત કોર્ટ પહોંચ્યા છે. રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં દલિલ કરતા જણાવ્યું હતું કે, માત્ર અખબાર જ એક કાગળ છે, જો કોઈ કહે તમે પંજાબીઓ ઝઘડાખોર છો તો શું બદનક્ષીનો કેસ કરશો..? રાહુલ ગાંધીના વકિલ આર.એસ.ચિમાએ વધુમાં જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે, જ્યાં સજા આજીવન મૃત્યુ અથવા 10 વર્ષથી વધુ હોય તેવા કેસમાં અદાલતોએ દોષિત ઠેરવવામાં ધીમું વર્તવું જોઈએ.

આ કેટેગરીમાં નૈતિક ક્ષતિ સામેલ હોય તેવા કિસ્સાઓ પણ છે. અમારે કાયદા મુજબ ફરિયાદી વ્યક્તિ છે કે કેમ? તે અંગેના ભાષણ અને તેના સ્થાનની પણ તપાસ કરવાની જરૂર પડશે. રાહુલ ગાંધી વર્ષ 2019માં વાયનાડના કેરળમાંથી 4,31,000 કરતા વધુના માર્જિન મતથી જીત્યા હતા, અને લોકસભા સભ્ય તરીકે ચૂંટાયા હતા, જે એક રેકોર્ડ હતો. પરંતુ હવે તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. રાહુલ ગાંધી માનહાનિ કેસમાં આજે બચાવ પક્ષ દ્વારા સજા મોકૂફ રાખવા માટે જ અપીલ કરવામાં આવી હતી.

જોકે, આજે સુનાવણી હોવાથી કોંગ્રેસના નેતા અમિત ચાવડા, રાહુલ ગાંધીના જામીનદાર નૈષદ દેસાઈ, સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ અને અન્ય હોદ્દેદારો કોર્ટમાં હાજર રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા આ મુદ્દાને મોટો રાજકીય મુદ્દો બનાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું લોકમુખે ચર્ચાય રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા સતત રાહુલ ગાંધી સાથે અન્યાય થતો હોવાની વાતને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Next Story