સુરત : અલથાણ શિવ રેસીડેન્સીના રહીશો ઘરમાં પરત ફર્યા, બિલ્ડીંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ આવતા રાહત

સુરતના અલથાણ ખાતેની શિવ રેસીડેન્સીના રહીશો માટે રાહતરૂપ ઘટના બની છે, બિલ્ડીંગનો સ્ટ્રક્ચર રિપોર્ટ પોઝિટિવ આવતા રહીશો પોતાના ઘરમાં પરત ફર્યા છે, જેના કારણે સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો.

New Update
  • શિવ રેસીડેન્સીના રહીશો માટે રાહતના સમાચાર

  • બિલ્ડીંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ આવ્યો

  • SVNITની ટીમ દ્વારા બિલ્ડીંગ સ્ટ્રક્ચરનો કરાયો રિપોર્ટ

  • રહીશોને ફરી ઘરમાં જવા માટે પ્રવેશ અપાયો

  • લોકો પોતાના સામાન સાથે પોતાના ઘરે પરત ફર્યા 

સુરતના અલથાણમાં આવેલ શિવ રેસિડેન્સીના ટાવરની બંને બાજુ મોટા પ્રમાણમાં ખોદકામ કરવામાં આવતા આ આખોય વિસ્તાર ટાપુ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો છે. એક બાજુ ઊંડી ખાઈ તો બીજી બાજુ કુવા જેવી ખોદકામ હોવાથી રહેવાસીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે. અગાઉ જ્યારે અહીં પાણી માટે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે જમીન પોલી થઈ જતાં શિવ રેસિડેન્સીની કમ્પાઉન્ડ વોલ ધસી પડી હતી.

શિવ રેસિડેન્સીની બાજુમાં ચાલી રહેલા પ્રોજેક્ટમાં ત્રણ લેયરનું બેઝમેન્ટ બનાવવા માટે સતત ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. સ્થાનિકોએ કહ્યું કેમાત્ર 15 ફૂટ પર પાણી આવી ગયું હોવા છતાં બિલ્ડર દ્વારા કામ અટકાવવામાં આવ્યું નહોતું જેના કારણે જમીન અંદરથી પોલી થઈ ગઈ હતી. પરિણામેડી-વોલમાં ભંગાણ પડતા શિવ રેસિડેન્સીની કમ્પાઉન્ડ વોલ ધસી પડી હતી.અને શિવ રેસિડેન્સના રહીશોએ પોતાના ઘર ખાલી કરીને સુરક્ષિત સ્થળ પર વિસામો લેવો પડ્યો હતો.

જોકે શિવ રેસીડેન્સીના રહીશો માટે રાહતના સમાચાર છે. SVNITની ટીમે સ્થળ મુલાકાત લઇ બિલ્ડીંગની મુલાકાત કરી હતી.બિલ્ડીંગનો સ્ટ્રક્ચર રિપોર્ટ પોઝીટીવ આવતા રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.રિપોર્ટ પોઝીટીવ આવતા રહીશોને હવે રહેવા માટે મંજૂરી મળી છે.SMCના અધિકારીઓ રહીશોને રિપોર્ટ બતાવ્યા બાદ ઘરમાં રહેવા માટે આદેશ આપ્યો હતો.પરિણામે હાલ શિવ રેસીડેન્સીના રહીશોએ રાહત અનુભવીને પોતાના ઘરમાં પ્રવેશ કર્યો હતો.

Latest Stories