સુરત: રમત રમતમાં 1 વર્ષીય બાળકી પાણીનાં ટબમાં પડી જતા મોત નિપજયુ,પરિવાર શોકમાં ગરકાવ

લિંબાયત વિસ્તારમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે રમતા રમતા પાણીના ટબમાં પડી જતા બાળકીનું મોત નીપજ્યું છે

New Update
સુરત: રમત રમતમાં 1 વર્ષીય બાળકી પાણીનાં ટબમાં પડી જતા મોત નિપજયુ,પરિવાર શોકમાં ગરકાવ

સુરતના લિંબાયત વિસ્તારમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે રમતા રમતા પાણીના ટબમાં પડી જતા બાળકીનું મોત નીપજ્યું છે

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ મીઠી ખાડી ખાતે હનુમાન મંદિર પાસે રહેતો સિરાઝ શેખની 1 વર્ષની પુત્રી ફાતીમાં ઘરમાં મોટી બહેન સાથે રમતી હતી તે સમયે તેની માતા કચરો ફેંકવા બહાર ગયા હતા ત્યારબાદ ફાતિમા પાણી ભરેલા ટબમાં પડી ગઈ હતી.માતા કચરો ફેંકી પરત આવતા નજર પડતા જ બાળકીને ટબમાંથી બહાર કાઢી તરત જ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબીબોએ બાળકીને મૃતક જાહેર કર્યો હતો.બાળકીના પિતા માર્કેટમાં મજૂરી કામ કરે છે પણ ઉતરાયણ નિમિત્તે પતંગનો ધંધો કરતા હતા. પરિવારની લાડકી દીકરીનું અચાનક જ પાણીના ટબમાં પડી જવાથી મોત નીપજતા પરિવાર સહિત સ્થાનિક લોકોમાં શોક ફેલાયો છે.હાલ સમગ્ર મામલે લિંબાયત પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

Latest Stories