Connect Gujarat
સુરત 

સુરત : 5 બાળકો સહિત 11 કોરોના સંક્રમિત થતાં 150 રહીશો કરાયા ક્વોરન્ટાઈન

કોરોનાના કેસ વધતાં થતાં તંત્રની ચિંતા વધી, એપાર્ટમેન્ટમાં 5 બાળકો સહિત 11 કોરોના સંક્રમિત

X

સુરત શહેરમાં ધીમી ગતિએ કોરોનાના કેસોમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 8 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જોકે મહત્વનું છે કે, શહેરના એક જ એપાર્ટમેન્ટમાં કોરોનાના કેસો એક સાથે આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.

સુરત શહેરમાં કોરોના હવે ધીમી ગતિએ વધી રહ્યો છે. તહેવારોમાં શહેરીજનોએ જે બેદરકારી દાખવી હતી તેનું પરિણામ હવે દેખાઈ રહ્યું છે. શહેરમાં એક જ એપાર્ટમેન્ટમાં કોરોનાના કેસ એક સાથે આવતાં તંત્રની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં હાલમાં અઠવા ઝોન અને રાંદેર ઝોનમાં જ કેસ વધી રહ્યા જે જેથી આ વિસ્તારના લોકોને વધુ સાવચેતી રાખવા તેમજ કોવિડના કોઈપણ લક્ષણો દેખાય તો તાકીદે ટેસ્ટ કરાવી લેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. જોકે, અઠવા ઝોન વિસ્તારમાં આવેલ એસ ડી જૈન સ્કુલની પાછળ આવેલ આવિષ્કાર એપાર્ટમેન્ટમાં એક સાથે 4 કેસ આવ્યા છે. એટલું જ નહીં આ એપાર્ટમેન્ટમાં અઠવાડિયાની અંદર જ કુલ 11 કેસ સામે આવતા પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. 11 કેસમાંથી 5 કેસ તો માત્ર 18થી નીચેની વયના હોવાની માહિતી સાંપડી છે. જો કે સામાન્ય લક્ષણ હોવાથી તમામ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યા છે. એપાર્ટમેન્ટમાં એ અને બી એમ બે બ્લોક છે. જેમાં તમામ 11 કેસ બી બ્લોકના છે. બંને બ્લોક મળી કુલ 44 ફલેટમાં રહેતા 150 લોકોને ક્વોરન્ટાઈન કરી દેવાયા છે.

Next Story