Connect Gujarat
સુરત 

સુરત : ઓનલાઈન ટ્રેડિંગ પર હીરા ઉદ્યોગને 2 ટકા ડ્યુટી, હીરા ઉદ્યોગકારોને અસર...

કોરોના કાળમાં દરમ્યાન દેશમાં હીરાની ઓનલાઈન ટ્રેડિંગ પર લાગતી 2 ટકાની ડ્યુટીના કારણે છેલ્લાં દોઢ વર્ષથી આ ઉદ્યોગને મોટી અસર થઈ છે.

X

કોરોના કાળમાં દરમ્યાન દેશમાં હીરાની ઓનલાઈન ટ્રેડિંગ પર લાગતી 2 ટકાની ડ્યુટીના કારણે છેલ્લાં દોઢ વર્ષથી આ ઉદ્યોગને મોટી અસર થઈ છે. ઉદ્યોગકારોના શિરે વધુ ડ્યુટી આવતાં અંદાજિત દર મહિને એકમાત્ર સુરતમાં જ રૂપિયા 100 કરોડથી વધુના ઉદ્યોગની કેપિટલ બ્લોક થઈ રહી છે.

હાલમાં, ઓનલાઈન વ્યવહારો પર ઈક્વિલાઈઝેશન લેવી (કર)ની સ્પષ્ટતાના અભાવે ઈ-કોમર્સ ઓપરેટર દ્વારા હીરા ઉદ્યોગકારોને સપ્લાય કે, સેવા પૂરી પાડવા પર 2 ટકાના દરે ઈક્વિલાઝેશન કરની વસુલાત કરવામાં આવે છે. દર મહિને અંદાજે રૂપિયા 5000 કરોડથી વધુના હીરાનો વ્યવહાર થાય છે. જે પૈકી રફ હીરાની ખરીદીથી લઈને પોલિશ્ડ ડાયમંડનું વેચાણ પણ કોરોના કાળમાં ઓનલાઈન થયું છે. જોકે, હવે તેના પર 2 ટકા લાગતી ડ્યુટી ચૂકવવાની જવાબદારી ઉદ્યોગકારોના શિરે આવતાં અંદાજિત દર મહિને એકમાત્ર સુરતમાં જ રૂપિયા 100 કરોડથી વધુના ઉદ્યોગની કેપિટલ બ્લોક થઈ રહી છે.

Next Story