સુરત : ઝાંપા બજારની મની લેન્ડર્સ દુકાનમાંથી રોકડ-દાગીનાની લૂંટ ચલાવનાર 2 લૂંટારુઓની ધરપકડ...

લૂંટારુઓ પિસ્તોલ જેવું સાધન બતાવી દુકાનના ડ્રોઅરમાં રહેલા રોકડા રૂપિયા 66,250 અને રૂ. 2 હજારની કિંમતના ચાંદીના સાંકડાની લૂંટ કરી વેપારીને ધક્કો માર્યા બાદ ફરાર થઇ ગયા હતા

New Update

ઝાંપા બજાર વિસ્તારમાં બની હતી લૂંટની ઘટના

મની લેન્ડર્સ દુકાનમાંથી રોકડ અને દાગીનાની લૂંટ

લૂંટ ચલાવનાર 2 શખ્સોની પોલીસે કરી ધરપકડ

ગુનાનો ભેદ ઉકેલવામાં મહિધરપુરા પોલીસ સફળ

આર્થિક સંકળામળમાં લૂંટને અંજામ અપાયો : પોલીસ

 સુરત શહેરના ઝાંપા બજાર વિસ્તારમાં મની લેન્ડર્સ નામની દુકાનમાંથી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવનાર 2 શખ્સોની મહિધરપુરા પોલીસે ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.

સુરત શહેર તથા જિલ્લામાં ગુન્હાખોરીનો ગ્રાફ દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. હત્યાલૂંટચોરી જેવી ઘટનાઓને અંજામ આપવામાં આરોપીઓ જરા પણ ખચકાતા નથી. જાણે આરોપીઓને પોલીસનો કોઈ જ ડર રહ્યો નથીતેમ એક બાદ એક અલગ અલગ ઘટનાઓને અંજામ આપી રહ્યા છેત્યારે મહિધરપુરા પોલીસ મથક વિસ્તારમાં ઝાંપા બજારમાં લૂંટની ઘટના બની હતી.

કીર્તિ બાબુલાલ શાહ નામના વેપારી "નાનચંદ શાહ" નામથી મની લેન્ડર્સ દુકાન ધરાવે છે. કીર્તિ બાબુલાલ શાહ ગ્રાહકો પાસેથી સોના-ચાંદીના ઘરેણા લઈ નાણા ધિરાણ પર આપવાનો વ્યવસાય કરે છે. આ દરમ્યાન ગત તા. 27મી જુલાઈના રોજ તેઓ પોતાની દુકાને હાજર હતાતે વેળાએ 2 ઈસમો તેમની દુકાને આવી ચઢ્યા હતા. મોઢે રૂમાલ બાંધી આવેલા બંને ઈસમો સોનાની ચેન ગીરવે મૂકી નાણા વ્યાજે લેવા આવ્યા હતા.

વેપારીએ સોનાની ચેન જોઈ ચકાસણી કરતા ખોટી નીકળી હતી. જે ખોટી સોનાની ચેન વેપારીએ પરત કરી દીધી હતી. જે બાદ 2 પૈકીના એક ઇસમ દ્વારા પોતાના પાસે રહેલ ઘાતક હથિયાર કાઢી વેપારીના લમણે મૂકી દીધુ હતુંજ્યારે અન્ય એક ઇસમે પોતાની પાસે રહેલા પિસ્તોલ જેવું સાધન બતાવી દુકાનના ડ્રોઅરમાં રહેલા રોકડા રૂપિયા 66,250 અને રૂ. 2 હજારની કિંમતના ચાંદીના સાંકડાની લૂંટ કરી વેપારીને ધક્કો માર્યા બાદ ફરાર થઇ ગયા હતા.

જેથી પોલીસ ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન મહિધરપુરા પોલીસે બાતમીના આધારે ડિંડોલીભેસ્તાન આવાસ ખાતે રહેતા બસીરખાન ઇકબાલખાન પઠાણ અને સગરામપુરા તલાવડી વિસ્તારમાં રહેતા સમીર શબ્બીર સૈયદને ઝડપી પાડ્યા હતા.

પોલીસ આરોપીઓની પૂછપરછ કરતા જણાવ્યું હતું કેહાલ ઝડપાયેલા આરોપી બસીર ખાન પઠાણ અગાઉ સુરતના ઝાંપા બજાર વિસ્તારમાં જ કામ કરતો હતો. જે વિસ્તારમાં આ દુકાન આવેલ છેઅને તે દુકાનમાં વૃદ્ધ વયનો વેપારી વધુ રૂપિયા લઈ બેસતો હોવાની જાણ આરોપીને હતી. પોતાને નાણાની આર્થિક જરૂર હોય મિત્ર સમીર શબ્બીર સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

 

Latest Stories