સુરત : 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડીને લઇ ગઈ હોવાના દાવાથી ચકચાર,ઓનલાઇન ટૂર પેકેજ પણ કર્યું છે બુક

સુરત શહેરમાં વિચિત્ર કિસ્સાએ સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.પરવત પાટીયાની 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષીય વિદ્યાર્થીને ભગાડીને લઈ ગઈ છે.

New Update
  • સુરતમાં બન્યો વિચિત્ર કિસ્સો

  • 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ

  • ઓનલાઇન ટૂર પેકેજ પણ કરાવ્યું છે બુક

  • વિદ્યાર્થીના પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

  • પોલીસે સચ્ચાઈ બહાર લાવવા માટેના પ્રયાસો કર્યા શરૂ

સુરત શહેરમાં વિચિત્ર કિસ્સાએ સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.પરવત પાટીયાની 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષીય વિદ્યાર્થીને ભગાડીને લઈ ગઈ છે. શિક્ષિકાનું છેલ્લું લોકેશન રેલવે સ્ટેશન આવ્યા બાદમાં ફોન બંધ થઈ ગયો છે.હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

સુરતના પુણા વિસ્તારમાં એક જ સ્થળે રહેતા બે પરિવાર પોલીસ મથકે પહોંચ્યા હતા. જેમાં 11 વર્ષના કિશોરના પિતાએ પોલીસ ફરિયાદ કરી કેતેમના પાંચમા ધોરણમાં ભણતો દીકરો ગાયબ છે. તે 25 એપ્રિલના રોજ ઘરની બહાર રમવા ગયો હતોત્યાર બાદથી ઘરે આવ્યો નથી. તેનું અપહરણ કરવામાં આવ્યું હોવાની શંકા છે.

ત્યારે આ મામલે સુરત પોલીસે તપાસ કરી હતી. પોલીસે સીસીટીવી ચેક કરતા કિશોર તેની શાળાની શિક્ષિકા સાથે જતો દેખાયો હતો. કિશોરની શાળાની શિક્ષિકાની ઉંમર 23 વર્ષની છે. જે તેને ટ્યુશન ક્લાસ પણ કરાવે છે.

પોલીસે તપાસ કરતા બંને છેલ્લે સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને જતા દેખાય છે. શિક્ષિકાએ સુરત રેલવે સ્ટેશન પહોંચીને પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો.ત્યારબાદ તે ટ્રેનમાં કિશોરને લઈને રવાના થઈ ગઈ હતી.

હાલ બંને પરિવારના લોકો શિક્ષિકા અને કિશોરની શોધ કરી રહ્યા છે.23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી લઈ ગઈ હોવાના સમાચાર હાલ સુરતમાં ચર્ચાના ચગડોળે ચઢ્યા છે.

પોલીસે તપાસમાં સામે આવ્યું કેશિક્ષિકાએ ઓનલાઈન ટૂર પેકેજ બુક કર્યું છે. શિક્ષિકા ઘરેથી કપડા ભરેલી બેગ લઈને નીકળી હતી. પરંતુ બાળક પાસે કોઈ પ્રકારનો સામાન દેખાતો નથી. એક દિવસ પહેલા પણ આ શિક્ષિકા બેગ લઈને જતી દેખાય હતી. બીજા દિવસે બાળકને પણ લઈ ગઈ હતી. શિક્ષિકા ફરવા જવા માંગતી હોય અને તે પોતાની સાથે આ બાળકને પણ લેતી ગઈ હોય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.જોકે પોલીસ દ્વારા યોગ્ય તપાસ બાદ જ આખી ઘટનાની સત્યતા શું છે તેની હકીકત બહાર આવશે.

Latest Stories