સુરત: દક્ષિણ ગુજરાત આહીર સમાજનો 24મો સમુહ લગ્નોત્સવ યોજાયો, હર્ષ સંઘવી અને CR પાટીલ રહ્યા ઉપસ્થિત

દક્ષિણ ગુજરાત આહિર સમાજનો 24માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું

New Update
સુરત: દક્ષિણ ગુજરાત આહીર સમાજનો 24મો  સમુહ લગ્નોત્સવ  યોજાયો, હર્ષ સંઘવી અને CR પાટીલ રહ્યા ઉપસ્થિત

સુરતના પલસાણા ખાતે કરવામાં આવ્યું આયોજન

આહીર સમાજનો સમૂહલગ્નોત્સવ યોજાયો

24 યુગલોએ પ્રભુતામાં માંડ્યા ડગ

ગૃહપ્રધાન હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ આપી હાજરી

સુરત જીલ્લા આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સુરતના પલસાણા ખાતે દક્ષિણ ગુજરાત આહીર સમાજનો 24 મો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો સુરત જિલ્લા આહીર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દક્ષિણ ગુજરાત આહિર સમાજનો 24માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવમાં 24 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.

આ પ્રસંગે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ,રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ,પ્રફુલ્લ પાનસેરીયા,કુંવરજી હળપતિ,કેશવભાઈ આહીર તેમજ સમાજના આગેવાન હસમુખ આહીર અને રઘુભાઈ હૂંબલ તેમજ આમંત્રીતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા