સુરત: રમતા રમતા ચોથા માળેથી પટકાતા 4 વર્ષીય બાળકીનું મોત,પરિવાર પર આભ તૂટી પડ્યુ

સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.ડીંડોલીમાં ચોથા માળેથી 4 વર્ષીય બાળકીનું પટકાતા મોત નીપજ્યુ હતુ.

New Update
સુરત: રમતા રમતા ચોથા માળેથી પટકાતા 4 વર્ષીય બાળકીનું મોત,પરિવાર પર આભ તૂટી પડ્યુ

સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.ડીંડોલીમાં ચોથા માળેથી 4 વર્ષીય બાળકીનું પટકાતા મોત નીપજ્યુ હતુ

સુરત શહેરના ડીંડોલી નવાગામ ખાતે રહેતા રાહુલ મોર્યા જાહેરાતની કંપનીમાં નોકરી કરે છે.તેઓ મૂળ ઉત્તરપ્રદેશના વતની છે.રાહુલ મોર્યાની 4 વર્ષની દીકરી અંકિતા તેની નાની બહેન સાથે ઘરના ચોથા માળે રમી રહી હતી.માતા બીમાર હોવાથી ઊંઘતા હતા.પતિ ઘરના કામમાં વ્યસ્ત હતો.બાળકી રમતા રમતા ચોથા માળેથી પટકાઈ ગઈ હતી.પિતા બાળકીનો અવાજ સાંભળી દોડી આવ્યા હતા.બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ ગયા હતા.જ્યાં બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. મહત્વનું છે કે સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી બાળક રમતા રમતા નીચે પટકાઈ જવાથી કે બાળક રમતા રમતા પાણીના ટાંકા પડી જવાથી મોત કિસ્સાઓ બનતા આવી રહ્યા છે ત્યારે વધુ એક બાળકીનું ઘરની ગેલેરીમાં રમતા રમતા નીચે પટકાઈ જવાથી મોત નીપજ્યું છે.આવા કિસ્સાઓથી વાલીઓએ ચેતી જવાની જરૂર છે.