Connect Gujarat
સુરત 

સુરત : કામરેજના દેઠલી-ઓરર્ણા ગામની સીમમાંથી 4.5 કિમી લાંબા વીજતારની ચોરી, ખેડૂતોને ભારે હાલાકી

સુરત જિલ્લામાં ખેતીના જીવંત વીજતાર ચોરી કરતી ગેંગએ ફરી તરખાટ મચાવ્યો

X

સુરત જિલ્લામાં ફરી એકવાર ખેતરમાંથી ખેતીના વીજતાર ચોરતી ગેંગ સક્રિય થઈ છે. કામરેજના દેઠલી, ઓરર્ણા ગામની સીમમાં 4.5 કિલોમીટર લાંબા વીજતારની ચોરી થયા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સુરત જિલ્લામાં ખેતીના જીવંત વીજતાર ચોરી કરતી ગેંગએ ફરી તરખાટ મચાવ્યો છે. ગત દિવસો અનેકો વખત વીજતાર ચોરીની ઘટનાઓ બની છે.

છતાં વીજ કપની કે, પોલીસ તંત્ર આવા તસ્કરોને પકડવવામાં રસ દાખવતા નથી તેવું જણાઈ રહ્યું છે. તો હાલ ફરી કામરેજ તાલુકામાં વીજતાર ચોરી કરતી ગેંગ સક્રિય થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. દેથલી અને ઓરર્ણા ગામની સીમમાં વીજતાર ચોરી થવાની ઘટના બનવા પામી હતી, જેને લઇને ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જેમાં 4.5 કિલોમીટર અને રૂપિયા 2 લાખથી વધુની કિંમતના વીજ તારની ચોરી થતાં DGVL દ્વારા કામરેજ પોલીસને જાણ કરાય છે.

કામરેજ તાલુકામાં ભૂતકાળમાં નગોડ, રુધવાડા,જોખા, મોરથાના સહિતના ગામમાં લાખો રૂપિયાના વીજ તારની ચોરી થઈ ચૂકી છે, ત્યારે હાલ ફરી તસ્કરોએ વધુ એકવાર કામરેજ તાલુકાના નિશાન બનાવ્યુ છે. જોકે, ચોરીની ઘટના બન્યાને 5 દિવસ થયા હોવા છતાં હજુ સુધી નવા વીજ તાર નાખવામાં આવ્યા નથી. જેને લઇને ખેડૂતોને ખેતીના કામો અટવાઈ રહ્યા છે. આ સાથે જ ખેડૂતોને આર્થિક નુકશાન જવાની ભિતી સેવાઈ રહી છે. હાલ DGVCL દ્વારા વહેલી તકે નવા વીજતાર લગાડવામાં આવે તેમજ કામરેજ પોલીસ વીજતાર ચોરી કરતી ગેંગને ઝડપી લે તેવી માંગ ઉઠવા પામી છે.

Next Story