સુરત : સચિન GIDCમાં કેમિકલ ઠાલવતી વેળા ઝેરી અસરથી 6 લોકોના મોત, 23 લોકોને અસર

સુરતની સચિન જીઆઈડીસીમાં કેમિકલ ભરેલું ટેન્કર ખુલ્લામાં ઠાલવવામાં આવતા ઝેરી ગેસની અસરથી 6 કામદારોના મોત નિપજ્યાં હતા

સુરત : સચિન GIDCમાં કેમિકલ ઠાલવતી વેળા ઝેરી અસરથી 6 લોકોના મોત, 23 લોકોને અસર
New Update

સુરતની સચિન જીઆઈડીસીમાં કેમિકલ ભરેલું ટેન્કર ખુલ્લામાં ઠાલવવામાં આવતા ઝેરી ગેસની અસરથી 6 કામદારોના મોત નિપજ્યાં હતા, જ્યારે 23થી વધુ કામદારોને ગેસની અસર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સુરતના સચિન GIDCમાં કેમિકલ ભરેલું ટેન્કર ખુલ્લામાં ઠાલવવામાં આવતાં ઝેરી અસરથી 6 લોકોનાં મોત થયાં છે, જ્યારે 23થી વધુ મજૂરો અને કારીગરોને ગૂંગળામણ થતાં હોસ્પિટલ ખેસડવામાં આવ્યા છે. એમાં GIDCમાં આવેલી વિશ્વ પ્રેમ મિલના 10 કારીગર અને અન્ય મજૂરો અસરગ્રસ્ત થયા છે.આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ દોડતો થઈ ગયો હતો. તમામ અસરગ્રસ્તોને સારવાર અર્થે સિવિલમાં હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા છે.પોલીસે સમગ્ર મામલે માનવ વધનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.GIDCમાં રાજકમલ ચીકડી પ્લોટ નંબર 362 બહાર કેમિકલ ટેન્કરથી 8-10 મીટર દૂર જ તમામ મજૂરો સૂતા હતા. ત્યારે અચાનક જ ટેન્કરમાંથી કેમિકલ ઠાલવતા ઝેરી અસર થઈ હતી, જેને કારણે સૂતેલા મજૂરો અને મિલના કારીગરો પર એની અસર થઈ હતી.સચિન વિસ્તારમાં રોજના મોટી સંખ્યામાં ટેન્કર કેમિકલ ભરીને ઠાલવવા આવતાં હોવાનું સામે આવ્યું છે. ઝેરી કેમિકલ અંકલેશ્વર, વડોદરા, દહેજ સહિતથી ઠાલવવા માટે અહીં આવે છે, જેમાં આજે આવેલું ટેન્કર દહેજથી આવ્યું હોવાનું સામે આવ્યું છે.

#ConnectGujarat #Surat #Sachin GIDC #suratpolice #Gasleakage #6death #23 injured #hospitalised #poisoning gas leakage #tanker gas
Here are a few more articles:
Read the Next Article