Connect Gujarat
સુરત 

સુરત : ભારત વિકાસ પરિષદનો 60મો સ્થાપના દિવસ, દ.ગુજરાતના નવનિયુક્ત પદાધિકારીઓએ કર્યું દાયિત્વ ગ્રહણ

વેસુ વિસ્તારમાં આવેલ એલ.પી. સવાણી સ્કૂલ ખાતે ભારત વિકાસ પરિષદ દક્ષિણ ગુજરાતના નવનિયુક્ત પદાધિકારીઓના દાયિત્વ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

આજે ભારત વિકાસ પરિષદનો 60મો સ્થાપના દિવસ છે, ત્યારે સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ એલ.પી. સવાણી સ્કૂલ ખાતે ભારત વિકાસ પરિષદ દક્ષિણ ગુજરાતના નવનિયુક્ત પદાધિકારીઓના દાયિત્વ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત વિકાસ પરિષદની સમગ્ર દેશમાં 1500 જેટલી શાખાઓ ધરાવે છે. ભારત વિકાસ પરિષદ દ્વારા દેશભક્તિ, સામાજિક, શૈક્ષણિક તેમજ આર્થિક ક્ષેત્રે વિવિધ કાર્યક્રમો થકી લોકોમાં જાગૃતિ લાવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ભારત વિકાસ પરિષદના આજે 60મા સ્થાપના દિન નિમિત્તે સુરતના વેસુ વિસ્તારમાં આવેલ એલ.પી. સવાણી સ્કૂલ ખાતે દક્ષિણ ગુજરાતના નવનિયુક્ત હોદ્દેદારોનો દાયિત્વ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારત વિકાસ પરિષદના પ્રાંત અધ્યક્ષ પ્રેમ શારદા, મહાસચિવ હિતેશ અગ્રવાલ, વિત્ત સચિવ ધર્મેશ શાહ, સંગઠન સચિવ રણધીર ચૌધરી, મહિલા સંયોજિકા વંદના સેઠ વિપુલ જરીવાલા સહિત વિકાસ પારીખની નિમણૂંક કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન મુખ્ય મહેમાન તરીકે ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય મહાસચિવ શ્યામજી શર્મા, અતિથિ વિશેષ લક્ષ્મીનિવાસજી જાજુ, પ્રકાશ કસવાલાની વિશેષ ઉપસ્થિતીમાં દક્ષિણ ગુજરાત ભારત વિકાસ પરિષદના નવનિયુક્ત હોદ્દેદારોએ દાયિત્વ ગ્રહણ કર્યું હતું. આ પ્રસંગે મીડિયા કન્વીનર યોગેશ પારિક, કે.આર.જોશી, ભાસ્કર આચાર્ય, ભવાંગ શશિકાંત, કનુ ભરવાડ સહિત મોટી સંખ્યામાં ભારત વિકાસ પરિષદના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story