-
અંગદાન થકી ફરી માનવતા મહેકાવી
-
પાસોદરા ના 69 વર્ષીય વૃદ્ધના અંગદાન કરાયા
-
લીવર,બે કિડની, હાથ તેમજ ચક્ષુઓનું દાન કરાયુ
-
69 વર્ષીય રણછોડ ચાંગાણીનું બ્રેઈન ડેડનું નિદાન થયું હતું
-
પરિવારે અંગદાનની સંમતિ આપતા કરાયું અંગદાન
સુરતમાં 69 વર્ષીય વૃદ્ધ બ્રેઇનડેડ થતા તેઓના પરિવારે તેમના અંગોના દાનનો નિર્ણય કર્યો હતો,અને તેમના લીવર, બંને કિડની,એક હાથ અને બંને ચક્ષુના દાન દ્વારા છ લોકોને જીવનદાન મળ્યું હતું.
સુરતમાં રહેતા પટેલ સમાજના ચાંગાણી પરિવારના વૃદ્ધના લીવર, બંને કિડની, એક હાથ અને બંને ચક્ષુના દાન દ્વારા છ લોકોને જીવનદાન મળ્યું હતું. હાથનું ફરીદાબાદ ખાતે દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરત દ્વારા 20મું અંગદાન કરાવવામાં આવ્યું હતું.
મૂળ જામનગરમાં હરસદપુર ગામના વતની અને હાલમાં પાસોદરા પાટીયા ખાતે સુરભી ધ રીયલ ખાતે રહેતા 69 વર્ષીય રણછોડભાઇ મનજીભાઇ ચાંગણી ગત 28મી ફેબ્રુઆરીના રોજ મોડી રાતે ઘરમાં ઉલ્ટીના ઉબકા શરૂ થયા હતા. બાદમાં તેની તબિયત વધુ બગડતા સારવાર માટે પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.
જ્યાં 1 માર્ચના રોજ ડોકટરોની ટીમે તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.આ અંગે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમને જાણ થતા પી.એમ. ગોંડલીયા, વિપુલ, તળાવિયા, ડો. નિલેશ કાછડીયા હોસ્પિટલ ખાતે પહોંચીને તેમના પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતા સંમતિ આપી હતી.
બંને કિડની અને લીવર, અમદાવાદની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.આ સાથે ફરીદાબાદ ખાનગી હોસ્પિટલમાં એક હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.જ્યારે તેના ચક્ષુ લોક દ્રષ્ટિ ચક્ષુ બેન્કે સ્વીકારી હતી.