/connect-gujarat/media/post_banners/5db7fa4a92bd942a8dc9d4f86a77c291c3797be51422db181af0fc97fe676a53.webp)
સુરતના અડાજણમાંથી હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો છે. અડાજણમાં એક જ પરિવારના 7 લોકોએ સામૂહિક આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ પરિવારના સામૂહિક આપઘાત પાછળનું કારણ અકબંધ છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
/connect-gujarat/media/post_attachments/52de0bfca7e11b718498830366936bafd6bfde977698f60f836cebea92422426.webp)
મળતી માહિતી અનુસાર, સુરતના પાલનપુર પાટિયા નજીક સીધેશ્વર એપાર્ટમેંટમાં રહેતા એક જ પરિવારના 7 લોકોએ જીવન ટૂંકાવી દેતા ખળભળાટ મચી ગયો છે. એક જ પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. જ્યારે એક સભ્યએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. તો એકસાથે 7 લોકોના આપઘાત કરવા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પરિવારે આર્થિક સંકડામણમાં આપઘાત કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે..