સુરત : વુમન પ્રોગ્રેસ અલાયન્સનાં કાર્યક્રમમાં બી કે શિવાની દીદીના સાનિધ્યમાં 7000 લોકોએ લીધા શપથ

બી કે શિવાની દીદીના સાનિધ્યમાં નવચેતના એક નઈ ઊર્જા, એક નયા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં 7000 લોકોએ ટ્રાફિક નિયમોના પાલન અર્થે શપથ લીધા

New Update
  • વુમન પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા કાર્યક્રમનું આયોજન

  • બી કે શિવાની દીદીના સાનિધ્યમાં યોજાયો કાર્યક્રમ

  • એક નઈ ઊર્જાએક નયા સંકલ્પ કાર્યક્રમનું કરાયું આયોજન

  • 7000 લોકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના લીધા શપથ

  • નારી સશક્તિકરણ હેતુથી યોજાયો કાર્યક્રમ 

Advertisment

સુરત વુમન પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા નવચેતના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,આ પ્રસંગે  બી કે શિવાની દીદીના સાનિધ્યમાં નવચેતના એક નઈ ઊર્જાએક નયા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં 7000 લોકોએ ટ્રાફિક નિયમોના પાલન અર્થે શપથ લીધા હતા. 

સુરત વુમન પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા નવચેતના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,આ પ્રસંગે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલયના બી કે શિવાની દીદીના સાનિધ્યમાં નવચેતના એક નઈ ઊર્જાએક નયા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નારી સશક્તિકરણ હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં 7000 કરતા વધુ લોકો દ્વારા ઇન્ડોર સ્ટેડિયમમાં ટ્રાફિક નિયમનું પાલન કરવાના શપથ પણ લેવામાં આવ્યા હતા.

બાઈક ચલાવતા સમયે હેલ્મેટ તેમજ કાર ચલાવતા સમયે સીટ બેલ્ટ બાંધવાના લોકોએ શપથ લીધા હતા.અને બી કે શિવાની દીદીએ વર્તમાન તણાવટેન્શન,નકારાત્મક તેમજ દોડધામ ભર્યા વાતાવરણમાં સકારાત્મક ચિંતન દ્વારા જીવનશૈલીનો સરળ માર્ગ અંગે માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 100 જેટલી બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Advertisment
Latest Stories