Connect Gujarat
સુરત 

સુરત : ૩ વર્ષની બાળકી ઘરના સભ્યો સાથે ગુજરાતીમાં નહીં પણ ફાંકડુ અંગ્રેજીમાં કરે છે વાતો, લોકોમાં તાલાવેલી...

સુરતના રત્ન કલાકારની સાડા ત્રણ વર્ષની ત્રિશા નામની માસુમ બાળકી ઘરના સભ્યો સાથે ગુજરાતી ભાષા નહીં પરંતુ ફાંકડુ અંગ્રેજી બોલી રહી છે.

X

સુરતના રત્ન કલાકારની સાડા ત્રણ વર્ષની શ્રીશા નામની માસુમ બાળકી ઘરના સભ્યો સાથે ગુજરાતી ભાષા નહીં પરંતુ ફાંકડુ અંગ્રેજી બોલી રહી છે. જેને લઈ પરિવારજનો આશ્ચર્યમાં મુકાયા છે. આ તમામ વચ્ચે સંઘાણી પરિવારની આજુબાજુ રહેતા પાડોશીઓ અને સગાંસબંધીઓ ત્રિશાનું અંગ્રેજી ભાષા બોલવું એ પુર્નજન્મ પણ હોય શકે એવી પણ વાત કરી રહ્યા છે.

અંગ્રેજી ભાષા બોલવાની વાત આવે ત્યારે મોટાભાગના લોકો મૂંઝવણ અનુભવતા હોય છે. ત્યારે સુરત શહેરના અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાં રહેતા રત્ન કલાકારની સાડા ત્રણ વર્ષની માસુમ બાળકી ઘરના સભ્યો સાથે ગુજરાતી ભાષા નહીં પરંતુ ફાંકડુ અંગ્રેજી બોલી રહી છે. જેને લઈ પરિવારના સભ્યો આશ્ચર્યમાં મુકાયા છે. કારણ કે, બાળકીના પરિવારમાં કોઇ પણ સ્નેહીજન વિદેશમાં રહેતા નથી. તો બીજી તરફ, આ બાળકી હજી સુધી સ્કુલના પગથિયા પણ ચડી નથી. સામાન્ય રીતે ઘરમાં બાળકો ટીવી ફિલ્મો કે, અન્ય અંગ્રેજી વાર્તાઓ થકી માહિતી મેળવી અંગ્રેજી શીખતા હોય છે. પરંતુ મહત્વની વાત એ છે કે, આ બાળકના ઘરમાં ટેલીવિઝન પણ નથી, છતાં બાળકી ઘરના સભ્યો સાથે ફાંકડુ અંગ્રેજી બોલી રહી હોવાથી સૌકોઇ વિચારમાં મુકાયા છે. આ બાળકી “Mummy give me water, give me milk, come on Daddy”થી શરુઆત કરે છે. એટલે કે દૈનિક ક્રિયાઓ સાથે આ બાળકી સામાન્ય વાતમાં પણ અંગ્રેજી ભાષાનો સળંગ ઉપયોગ કરે છે. મહત્વનું એ છે કે, ઘરમાં તેના માતા કે પિતાને પણ અંગ્રેજી ભાષાનું કોઇ જાણકારી પણ નથી. જોકે, આશ્ચર્યની વાત છે કે, બાળકી અંગ્રેજી ભાષામાં મચ્છરને મોસ્કીટો, ક્રોકોડાઇલ જેવા શબ્દો બોલી રહી છે. જેનું અંગ્રેજી સાંભળવા આસપાસના લોકોમાં પણ તાલાવેલી જાગી છે. આ તમામ વચ્ચે સંઘાણી પરિવારની આજુબાજુ રહેતા પાડોશીઓ અને સગાંસબંધીઓ શ્રીશાનું અંગ્રેજી ભાષા બોલવું એ પુર્નજન્મ પણ હોય શકે એવી પણ વાત કરી રહ્યા છે

Next Story