સુરત : પાંડેસરાની 45 વર્ષીય મહિલાને શ્વાસ લેવામાં પડી તકલીફ, સારવાર મળતા પહેલા જ હાર્ટ એટેકથી મોત..!

સુરતમાં વધુ એક મહિલાને હાર્ટ એટેના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે

New Update
સુરત : પાંડેસરાની 45 વર્ષીય મહિલાને શ્વાસ લેવામાં પડી તકલીફ, સારવાર મળતા પહેલા જ હાર્ટ એટેકથી મોત..!

ગુજરાતમાં હાર્ટ એટેકથી યુવાનોના મોતની સંખ્યા વધી રહી છે. આ દરમિયાન સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં 45 વર્ષીય મહિલાને શ્વાસ લેવામાં પડેલી તકલીફ બાદ તેણીનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકને કારણે યુવાનોના મોત થઈ રહ્યા છે, અને હજી પણ આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે હવે સુરતમાં વધુ એક મહિલાને હાર્ટ એટેના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાંડેસરા વિસ્તારમાં રહેતી 45 વર્ષીય મુન્નીદેવી નામની મહિલાનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે.

આ મહિલાને ગર રાત્રે શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, ત્યારે એમ્બ્યુલન્સ મારફતે મહિલાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. આ દરમ્યાન તેણીને સારવાર મળે તે પહેલા હાર્ટ એટેક આવતા રસ્તામાં જ શ્વાસ છોડી દીધા હતા, ત્યારે હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ, મહિલાનું હાર્ટ એટેકના કારણે જ મોત થયું છે કે, કેમ તે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે.

Latest Stories