Connect Gujarat
સુરત 

સુરત: દિવાળીના પર્વ પૂર્વે કાપડ માર્કેટમાં તેજી, બમણો વેપાર થાય એવી વેપારીઓને આશા

કોરોનાની પરિસ્થિતિ સામાન્ય થતા તહેવારોમાં રોનક જોવા મળી રહી છે હાલમાં જ ગણેશ ઉત્સવ દેશભરમાં ધૂમધામથી ઉજવામાં આવ્યો ત્યાર બાદ દુર્ગા પૂજામાં વ્યાપારીએ 16 કરોડનો વ્યાપાર કર્યો છે

X

દિવાળીને લઈને સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ખરીદનો માહોલ શરૂ થઈ ગયો છે અન્ય રાજ્યોમાંથી વેપારીઓ ખરીદી માટે અવરજવર વધતા આ વર્ષ દિવાળીમાં બમણો વ્યાપાર થશે તેવી આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે

કોરોનાની પરિસ્થિતિ સામાન્ય થતા તહેવારોમાં રોનક જોવા મળી રહી છે હાલમાં જ ગણેશ ઉત્સવ દેશભરમાં ધૂમધામથી ઉજવામાં આવ્યો ત્યાર બાદ દુર્ગા પૂજામાં વ્યાપારીએ 16 કરોડનો વ્યાપાર કર્યો છે હાલ દિવાળી નજીક છે અને દિવાળીની ખરીદી માટે અન્ય રાજ્યોમાંથી સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ ખરીદી માટે આવતા થયા છે.આ વર્ષ કોરોનાની સામાન્ય સ્થિતિ છે નવરાત્રીનો પણ રંગ જામ્યો છે ત્યારે દિવાળીમાં બમણો વેપાર થાય એવી આશા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Next Story