સુરત : સચિન વિસ્તારની ટેક્સટાઇલ કંપનીમાં લિફ્ટ તૂટી પડતાં શ્રમિક મહિલાનું મોત, આર્થિક સહાય મળે તેવી મૃતકના પરિવારની માંગ

ટેક્સટાઇલ કંપનીમાં લિફ્ટ તૂટી પડતાં સફાઈ કામદાર એક મહિલાનું મોત નીપજ્યું હતું. બીજા માળેથી ગુડ્સ લિફ્ટમાં નીચે આવતી વેળા ટ્રોલી તૂટી પડી હતી.

New Update
  • સચિન વિસ્તારમાં આયુષી ટેક્સટાઇલ કંપનીમાં દુર્ઘટના

  • બીજા માળેથી ગુડ્સ લિફ્ટ નીચે આવતી વેળા દુર્ઘટના

  • લિફ્ટ તૂટી પડતાં એક શ્રમિક મહિલા નીચે પટકાતા ઈજા

  • સફાઈ કામદાર મહિલાનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું

  • પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી

સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ કંપનીની લિફ્ટ તૂટી પડતાં ઇજાગ્રસ્ત સફાઈ કામદાર મહિલાનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારસુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ આયુષી ટેક્સટાઇલ કંપનીમાં દુર્ઘટના સર્જાય હતીજ્યાં લિફ્ટ તૂટી પડતાં સફાઈ કામદાર એક મહિલાનું મોત નીપજ્યું હતું. બીજા માળેથી ગુડ્સ લિફ્ટમાં નીચે આવતી વેળા ટ્રોલી તૂટી પડી હતી. જેના કારણે શ્રમિક મહિલા નીચે પટકાતા ગંભીર ઈજા થતા તેણીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

જ્યાં 40 વર્ષીય કલાદેવી શંકર માહતોનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તો બીજી તરફઆયુષી ટેક્સટાઇલ કંપની તરફથી મૃતકના પરિવારને આર્થિક સહાય મળે તેવી માંગ ઉઠી છેત્યારે હાલ તો પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories