સુરત : જવેલરી અને જવેલર્સ હોલસેલ એસોસિએશન દ્વારા સ્નેહમિલ સમારોહ યોજાયો,કેન્દ્ર મંત્રી સહિત ગૃહરાજ્ય મંત્રી રહ્યા ઉપસ્થિત

સુરતમાં  જવેલરી અને જવેલર્સ એસોસિએશન દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ,ગૃહમંત્રી હર્ષ સંઘવી,તેમજ પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

New Update
  • જવેલરી અને જવેલર્સ એસો.દ્વારા સ્નેહમિલન યોજાયુ

  • સ્નેહમિલનની સાથે જળ સંચય જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો

  • કેન્દ્રીય મંત્રી સહિત ગૃહમંત્રી પણ રહ્યા ઉપસ્થિત

  • જળ એજ જીવન માટે માર્ગ દર્શન અપાયું

  • લોક ડાયરાની રમઝટ સાથે એવોર્ડ પણ એનાયત કરાયા

સુરતમાં  જવેલરી અને જવેલર્સ એસોસિએશન દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ,ગૃહમંત્રી હર્ષ સંઘવી,તેમજ પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

સુરત જવેલરી હોલસેલ એસોસિએશન તેમજ વરાછા કતારગામ જવેલર્સ એસોસિએશન દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીપર્યાવરણ મંત્રી મુકેશ પટેલ તેમજ મેયર દક્ષેશ માવાણી અને શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત કાર્યક્રમમાં પરમાર્થ નિકેતન આશ્રમના સ્વામી ચિદાનંદ સરસ્વતી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જળ સંચય જાગૃતિ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. કાળઝાળ ગરમીની મોસમમાં રાજ્યમાં તેમજ દેશમાં પાણીની સમસ્યાનો પોકાર સામે આવી રહ્યો છે.ત્યારે લોકોને પાણીની તકલીફ ન પડે તેવા હેતુથી જળ એજ જીવન જાગૃતિ સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.

આ એસોસિએશન દ્વારા 170 પાણીના બોર અત્યાર સુધીમાં કરવામાં આવ્યા છેતો 3000 પાણીના બોર કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત પારિવારિક સ્નેહમિલન સાથે લોક ડાયરો તેમજ 2025 એવોર્ડ અર્પણ સમારોહ પણ યોજવામાં આવ્યો હતો.

Read the Next Article

સુરત : 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં BIS હોલમાર્કિંગ ફરજીયાત કરવામાં આવતા જ્વેલરીની માંગમાં થશે વધારો

કેન્દ્ર સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે. જેને લઈને હવે જ્વેલરીની માંગમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી

New Update
  • 9 કેરેટ ગોલ્ડના દાગીના માટે મહત્વનો નિર્ણય

  • કેન્દ્ર સરકારેBIS હોલમાર્કિંગ કર્યું ફરજીયાત

  • 9 કેરેટ ગોલ્ડ જ્વેલરીની માંગમાં થશે વધારો

  • વિદેશી માર્કેટમાં સોનાની ડિમાન્ડમાં થશે વધારો

  • સામાન્ય લોકોને મળશે ગોલ્ડમાં શુદ્ધતા

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણBIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.અને કેન્દ્ર સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે. જેને લઈને હવે જ્વેલરીની માંગમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણBIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.જે અંગે કેન્દ્ર સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે,અને આ 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે.અત્યાર સુધી હોલમાર્કિંગ માત્ર 14 કેરેટ18 કેરેટ અને 22 કેરેટ સોનાના દાગીનામાં પર આપવામાં આવતું હતું. પરંતુ દિવસેને દિવસે સોના ભાવમાં ભારે વધારો થવાથી સામાન્ય લોકોને સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે. આવી પરિસ્થિતિમાં સસ્તું સોનું ખરીદવા માટે 9 કેરેટ સોનાના દાગીના પર પણ હોલમાર્કિંગ ફરજીયાત કરવા માટેની માંગ ઉઠી હતી. સરકાર દ્વારા 9 કેરેટ સોનાના દાગીના પર હોલમાર્કિંગ આપવા માટેની મંજૂરી આપી છે.

સુરત જ્વેલરી એસોસિએશનના ઉપપ્રમુખ નિલેશ લંગારીયાનું જણાવ્યું હતું કેઅત્યાર સુધી 14 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ માટેની પરવાનગી હતી. હવે 9 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ ફરજિયાત કરાયું છે.જેના કારણે જ્વેલરી એફોર્ડેબલ બનશેડિમાન્ડમાં વધારો થશે અને જેના કારણે ઈન્ડસ્ટ્રી ચાલશે અને રોજગારીમાં વધારો થશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.