Connect Gujarat
સુરત 

સુરત:માંડવીના પિપરિયા ગામે અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ, ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યું પ્રસ્થાન

સુરત જિલ્લાના માંડવીના પીપરીયા ગામે અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ગુજરાત સહીત પાંચ રાજ્યના અશ્વો પ્રેમીઓએ ભાગ લીધો હતો

X

સુરત જિલ્લાના માંડવીના પીપરીયા ગામે અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ગુજરાત સહીત પાંચ રાજ્યના અશ્વો પ્રેમીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનો ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પ્રારંભ કરાવ્યો હતો સુરત જિલ્લાના માંડવી તાલુકાના પીપરિયા ગામે અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટાઈગર હોર્સ ગ્રુપ દ્વારા અશ્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ૫ કેટેગરીમાં અશ્વ સ્પર્ધાને પ્રસ્થાન કરાવ્યું હતું.યોજાયેલ સ્પર્ધામાં ગુજરાત સહિત ૫ રાજ્યોમાંથી ૩૦૦ જેટલા અશ્વ પ્રેમીઓએ ભાગ લીધો હતો.દર વર્ષે પીપરીયા ગામે તાપી નદીના તટ પર ટાઇગર્સ ગ્રુપ દ્વારા અશ્વ દોડનું આયોજન કરવામાં આવે છે.

આ સ્પર્ધામાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજેસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાંથી 300 જેટલાં અશ્વો પ્રેમીઓએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા થયેલા અશ્વો માલિકોને ટ્રોપી અને રોકડ રકમ આપી સમ્માનિત કરાયા હતા.જોકે આ અશ્વ દોડ સ્પર્ધામાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી હાજરી આપવા આવતા આખુ મેદાન પોલીસ છાવણીમાં જોવા મળ્યું હતું

Next Story