સુરત : ડભોલીમાં એમ સ્ક્વેર બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, 20 બાળકોને તાત્કાલિક રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા

સિંગણપોર ચાર રસ્તા પાસે આગની ઘટના સામે આવી છે. ડિવાઇન સેન્ટરના ત્રીજા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે

New Update
સુરત : ડભોલીમાં એમ સ્ક્વેર બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, 20 બાળકોને તાત્કાલિક રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા

સિંગણપોર ચાર રસ્તા પાસે આગની ઘટના સામે આવી છે. ડિવાઇન સેન્ટરના ત્રીજા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે. જ્યાં આગ લાગી ત્યાં લાઇબ્રેરી હતી. આ અંગેનો કોલ મળતાં ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને 17 જેટલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યું કરવામાં આવી હતી. આગની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ગણેશ ઢોસાની ઉપર ત્રીજા માળે આગ લાગી છે. મહિલાઓ ફસાઈ હોવાની વાત સામે આવી રહી છે. ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે. આગ લાગવાને કારણે અફરા-તફરી મચી ગઈ હતી. જોકે, વિદ્યાર્થીઓને બચાવી લેવાતા મોટી દુર્ઘટના ટળી છે.