સુરત : સામાન્ય બોલાચાલીમાં લારી ધારકે યુવકની લાકડાના ફટકા મારીને કરી હત્યા, પોલીસ તપાસ શરૂ...

પાંડેસર વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં લારી ધારકે 32 વર્ષીય યુવકની લાકડાના ફટકા મારી હત્યા નિપજાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

New Update
સુરત : સામાન્ય બોલાચાલીમાં લારી ધારકે યુવકની લાકડાના ફટકા મારીને કરી હત્યા, પોલીસ તપાસ શરૂ...

સુરત શહેરના પાંડેસર વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં લારી ધારકે 32 વર્ષીય યુવકની લાકડાના ફટકા મારી હત્યા નિપજાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના પાંડેસર વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્કમાં યુવકની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. 32 વર્ષીય વિનોદ કુમાર પ્રમુખ પાર્ક ખાતે નાસ્તો કરવા ગયો હતો, જ્યાં વિનોદની નાસ્તાની લારીવાળા સાથે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી, ત્યારે બન્ને વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં લારી ધારકે ઉશ્કેરાઈ જઈ વિનોદ કુમાર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં લાકડાના ફટકા વડે હુમલો કરી લારી ધારક ફરાર થઈ ગયો હતો. જોકે, આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ યુવકનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ પાંડેસરા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે હાલ તો પાંડેસરા પોલીસે લારી ધારક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને વહેલી તકે ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

Latest Stories