સુરત : રિંગ રોડ વિસ્તારમાં શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગથી અફરાતફરી સર્જાઇ,એક વ્યક્તિનું નીપજ્યું મોત

સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે.મંગળવારે આગ લાગ્યા બાદ ફરી એકવાર ભીષણ આગ લાગી છે

New Update
  • શિવ શક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગની ઘટના  

  • ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટનાથી દોડધામ

  • બેઝમેન્ટના ભાગે લાગેલી આગ બીજા માળ સુધી પ્રસરી

  • આગની ઘટનામાં એક વ્યક્તિનું મોત

  • 20થી વધુ ફાયરની ગાડીએ આગ પર મેળવ્યો કાબુ 

Advertisment

સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે.મંગળવારે આગ લાગ્યા બાદ ફરી એકવાર ભીષણ આગ લાગી છે.આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી.આ ઘટનામાં પ્રથમ માળે આવેલી 10 જેટલી દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી. 

સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. જેના લીધે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ચાલુ દિવસ અને પીક અવર હોવાથી માર્કેટમાં લોકોની ભારે ભીડ હતી.આગના કારણે ભારે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

આ ઘટનામાં ગૂંગળામણના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.જોકે એ.સી. કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગી હોવાનો કોલ મળતા ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

બેઝમેન્ટમાં લાગેલી આગ પ્રથમ,બીજા અને ત્રીજા માળ સુધી પ્રસરી ગઈ હતી,જેમાં 10થી વધુ દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી.ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો,સર્જાયેલી દુર્ઘટનામાં મોટી નુક્સાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

Advertisment
Latest Stories