Connect Gujarat
સુરત 

સુરત : રાખડીના બદલાયેલા "સ્વરૂપ", સોના, ચાંદી અને પ્લટેનિમમાંથી બને છે મોંઘીદાટ રાખડીઓ

સુરતના જવેલર્સએ પાંચ લાખ રૂપિયાની કિમંતની સૌથી મોંઘી રાખડી બનાવી છે...

X

સમયની સાથે હવે તહેવારોની ઉજવણીના સ્વરૂપો પણ બદલાય રહયાં છે. ભાઇ અને બહેનના પ્રેમની અભિવ્યકતિના પર્વ રક્ષાબંધનના દીવસે ભાઇના કાંડે બાંધવામાં આવતી રાખડીઓની પણ વિવિધ વેરાયટી જોવા મળી રહી છે. સુરતના જવેલર્સએ પાંચ લાખ રૂપિયાની કિમંતની સૌથી મોંઘી રાખડી બનાવી છે...

રક્ષાબંધનએ ભાઈ અને બહેનના પ્રેમના પર્વ રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, દેશની સૌથી મોંઘી રાખડી ગુજરાતના સુરતમાં તૈયાર કરવામાં આવી છે જેની કિંમત 5 લાખ રૂપિયા છે. રેશમી દોરાથી બનેલી રાખડીઓની સાથે હવે સોના, ચાંદી અને પ્લેટીનમ જેવી કિમંતી ધાતુઓમાંથી રાખડીઓ બનાવવામાં આવે છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં લોકો કિમંતી ધાતુઓમાંથી બનેલી રાખડીઓ ખરીદવાનું પસંદ કરી રહયાં છે. સુરતના ડી ખુશાલદાસ નામના જ્વેલર્સના માલિક દીપક ચોકસીએ વિવિધ ડીઝાઇનની રાખડીઓ વેચાણ માટે બનાવી છે. જેમાં સૌથી મોંઘી અને આકર્ષણનું કેન્દ્ર 5 લાખ રૂપિયાની આ રાખડી છે. એક મહિલા ગ્રાહકની માંગણી મુજબ આ રાખડી બનાવવામાં આવી છે. રક્ષાબંધન બાદ આ રાખડીનો અન્ય ઘરેણા તરીકે પણ ઉપયોગ કરી શકાશે. દીપક ચોકસીએ વધુમાં જણાવ્યું હતું કે, નાણાના રોકાણ માટે પણ કેટલાક લોકો આવી મોંઘીદાટ રાખડીઓની ખરીદી કરતાં હોય છે.

Next Story