સુરત : ગારમેન્ટના કપડાથી ડિઝાઇન કરાયેલ તિરંગા રંગના વસ્ત્રોનું અનોખુ પ્રદર્શન યોજાયું...

સુરત શહેરના વેસુ વિસ્તારમાં ફેશન ડિઝાઇન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગાના 8 મીટરનો વિશાળ ગારમેન્ટ તૈયાર કરાયો કર્યો છે.

New Update
સુરત : ગારમેન્ટના કપડાથી ડિઝાઇન કરાયેલ તિરંગા રંગના વસ્ત્રોનું અનોખુ પ્રદર્શન યોજાયું...

સુરત શહેરના વેસુ વિસ્તારમાં ફેશન ડિઝાઇન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગાના 8 મીટરનો વિશાળ ગારમેન્ટ તૈયાર કરાયો કર્યો છે. સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા ગારમેન્ટ કપડાથી ડિઝાઇન કરાયેલ તિરંગા રંગના વસ્ત્રોનું પ્રદર્શન યોજાયું હતું.

દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવને લઈને તિરંગા યાત્રા યોજાય રહી છે. તેમજ ઘર ઘર તિરંગા લહેરાવવામાં આવી રહ્યા છે. રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો તેમજ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા યાત્રા તેમજ અલગ અલગ તિરંગાની થીમ આધારિત પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરત શહેરના પીપલોદ ખાતે આવેલ ફેશન ડિઝાઇન કોલેજ વિદ્યાર્થીઓ દ્વારા તિરંગાના 8 મીટરનો વિશાળ ગારમેન્ટ તૈયાર કરાયો છે. સાથે જ વિદ્યાર્થીઓએ તિરંગા રંગના વસ્ત્રો પહેરી દેશભક્તિના ગીતો પર ગારમેન્ટ કપડાથી ડિઝાઇન કરાયેલ તિરંગાના વસ્ત્રોનું પ્રદર્શન કર્યું હતું.

Latest Stories