સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાનસરા ગામની શાળાના શિક્ષિકાનો અચરજ પમાડે એવો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષિકા ચાલુ શિક્ષણ કાર્ય દરમ્યાન ધૂણવા લગતા વિદ્યાર્થીઓ ભયભીત બન્યા છે ત્યારે આ મામલે ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે
દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ મહિલા સુરતના માંગરોળ તાલુકાના પાનસરા ગામના પ્રાથમિક શાળાના શિક્ષિકા છે.શિક્ષણ કાર્ય દરમ્યાન અચાનક ધુણવા માંડતા ઓરડામાં અભ્યાસ કરી રહેલા બાળકો અચાનક ડરી અને શાળાની બહાર નીકળી ગયા હતા આ સિલસિલો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે જેને લઈ ગ્રામજનો દ્વારા આજે શાળાને તાળાબંધી કરી દેવામાં આવી હતી.ગ્રામજનો અને વાલીઓનો આક્ષેપ છે કે શિક્ષિકા અંધશ્રદ્ધાને લઈ વારંવાર શાળામાં આવી હરકતો કરે છે.જોકે શાળાના આચાર્ય ખુદ પણ શિક્ષિકાની આવી હરકતો થી હેરાન છે ,શિક્ષિકા ક્યારેક ધુણવા માંડે છે તો ક્યારેક આખા ઓરડામાં કંકુ વેરી નાખે છે ક્યારે તો ગામના ઘરોમાં પણ કંકુનો છંટકાવ કરી આવે છે.
જોકે શાળામાં કરવામાં આવેલી તાળાબંધીની ઘટના ને લઈ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગ્રામજનોની ફરિયાદ સાંભળી હતી અને જેમ બને એમ જલ્દી સમસ્યાનું નિરાકાર લાવવા જણાવ્યું હતું.