સુરત: જર્જરિત મકાનો સામે કાર્યવાહીના વિરોધ દરમ્યાન ગેલેરી તૂટી પડતા મહિલા નીચે પટકાય

જર્જરિત મકાનો બાબતે તંત્રની કાર્યવાહી દરમ્યાન ગેલેરીનો ભાગ તૂટી પડતા બે મહિલાઓને ઇજા પહોંચી હતી. સુરત મહાનગરપાલિકા અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા  મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી

New Update
સુરતના સચિન વિસ્તારમાં જર્જરિત મકાનો બાબતે તંત્રની કાર્યવાહી દરમ્યાન ગેલેરીનો ભાગ તૂટી પડતા બે મહિલાઓને ઇજા પહોંચી હતી. સુરત મહાનગરપાલિકા અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા  મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સચિન કંસાર વિસ્તારની અંદર જેટલાં પણ જર્જરિત ગુજરાત હાઉસિંગ બોર્ડનાં આવાસો છે ત્યાં આગળ મોટે પાયે કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ગતરોજ સવારે જ સ્લમ ક્લિયરન્સ બોર્ડના અધિકારીઓ અને સુરત મહાનગરપાલિકાની ટીમ આવાસનાં પાણી-વીજનાં કનેક્શન કાપવા માટે પહોંચી હતી. એ દરમિયાન એકાએક ગેલરીનો ભાગ તૂટી પડતા લોખંડની ગ્રિલ સહિત એક મહિલા નીચે પટકાઈ હતી તેમજ નીચે ઊભીલી એક અન્ય મહિલાને પણ ઇજા થઈ હતી.લોકો તંત્રની કામગીરીનો વિરોધ કરી રહ્યા હતા એ દરમિયાન આ દુર્ઘટના સર્જાય હતી.ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા