Connect Gujarat
સુરત 

સુરત : ખોલવડ ગામે 60 ફૂટ ઊંડા કુવામાં યુવક પડ્યો, જુઓ "LIVE" રેસક્યું...

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામે 60 ફૂટ ઊંડા કુવામાં યુવક પડી ગયો હતો, ત્યારે ફાયર વિભાગની ટીમે કુવામાં પડેલા યુવકને બહાર કાઢવા માટે ભારે જહેમત સાથે રેસક્યું હાથ ધર્યું હતું.

X

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામે 60 ફૂટ ઊંડા કુવામાં યુવક પડી ગયો હતો, ત્યારે ફાયર વિભાગની ટીમે કુવામાં પડેલા યુવકને બહાર કાઢવા માટે ભારે જહેમત સાથે રેસક્યું હાથ ધર્યું હતું.

મળતી માહિતી અનુસાર, કામરેજ તાલુકાના ખોલવડ ગામે નહેર કોલોનીમાં આશરે 60 ફૂટ ઊંડા કુવામાં યુવક પડી ગયો હતો. બનાવની જાણ થતાં જ કામરેજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે કુવામાં પડેલા યુવકને બહાર કાઢવા માટે રેસક્યું હાથ ધર્યું હતું. લગભગ એક કલાકની ભારે જહેમત બાદ યુવકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો. યુવકની પૂછપરછ કરાતા પોતાનું નામ સુખારામ ડામોર અને મૂળ રાજસ્થાનનો હોવાનું જણાવ્યુ હતું. યુવકને શરીરે સામાન્ય ઇજા પહોચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, યુવકને કુવામાં પડેલો જોઈ હાજર સૌકોઈ આશ્વર્ય પામ્યા હતા, ત્યારે આ યુવક નશામાં હોવાથી કુવામાં પડી ગયો હોવાનું લોકોએ અનુમાન લગાવ્યું હતું.

Next Story