Connect Gujarat
સુરત 

સુરત : પાંડેસરા વિસ્તારમાં ડમ્પર નીચે પડતું મુકી યુવકનો આપઘાત, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ...

યુવકે અચાનક જ ડમ્પરના ટાયર નીચે કૂદી પડ્યો હતો, ત્યારે ડમ્પરનું ટાયર તેના શરીર પરથી ફરી વળતાં યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું

સુરત : પાંડેસરા વિસ્તારમાં ડમ્પર નીચે પડતું મુકી યુવકનો આપઘાત, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ...
X

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા ડમ્પરની નીચે પડતું મુકીને એક યુવકે આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી, ત્યારે આ મામલે પાંડેસરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના પાંડેસરા તિરુપતિ સર્કલથી અલથાણ તરફ જતા રોડ પર એક ડમ્પર પસાર થઈ રહ્યું હતું. આ ડમ્પર રોડની સાઈડથી યુ-ટર્ન લઈને આવી રહ્યું હતું, તે દરમ્યાન રસ્તાની સાઈડ પર ચાલતા જઈ રહેલા યુવકે અચાનક જ ડમ્પરના ટાયર નીચે કૂદી પડ્યો હતો, ત્યારે ડમ્પરનું ટાયર તેના શરીર પરથી ફરી વળતાં યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. યુવકે ડમ્પર સામે કૂદીને આપઘાત કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આપઘાતની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.

જેમાં જોવા મળ્યું હતું કે, પાંડેસરાના નિરૂપતી સર્કલથી અલથાણ તરફ જતું રોડ પર ડમ્પર કંસ્ટ્રક્શન સાઇટ પરથી નીકળી બાજુના રોડ પરથી યુ-ટર્ન મારી ધીમી ગતિએ પસાર થઈ રહ્યું હતું. એ દરમિયાન અજાણ્યો યુવક અચાનક જ ડમ્પરને જોઈને ડમ્પર તરફ દોડી આવ્યો હતો અને ડમ્પરની નીચે પડતું મુકી દીધું હતું. ડમ્પર ચાલક કઈ વિચારે તે પહેલા જ યુવકના શરીર પરથી ડમ્પર પસાર થઈ ગયું હતું. હાલ તો સમગ્ર મામલે પાંડેસર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Next Story