સુરત: ભાજપનું સંકલ્પપત્ર કોપીપેસ્ટ હોવાનો આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાનો આક્ષેપ

મહિધરપુરા હીરા બજારમાં આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી ઢંઢેરા અંગે ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યા હતા

સુરત: ભાજપનું સંકલ્પપત્ર કોપીપેસ્ટ હોવાનો આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાનો આક્ષેપ
New Update

સુરતના મહિધરપુરા હીરા બજારમાં આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી ઢંઢેરા અંગે ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યા હતા અને ભાજપના સંકલ્પપત્રને કોપીપેસ્ટ ગણાવ્યું હતું

વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે જ્યારે સુરત મહીધરપુરા હીરા બજારમાં કતારગામ,કરંજ ,વરાછા,સુરત ઉત્તર વિધાનસભા બેઠકના ચારે ઉમરેદારોએ સભા યોજી હતી. સભાને સાંભળવા મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી.સભાને સંબોધતા ગોપાલ ઇટાલીયાએ ભાજપ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી ઢંઢેરા પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ચૂંટણી ઢંઢેરો નથી પણ આ કોપી પેસ્ટ છે. આ લોકોએ ઢંઢેરામાં કહ્યું કે મહિલાઓ અને બાળકોને બસમાં મુસાફરી ફ્રી કેજરીવાલ સાત વર્ષથી દિલ્હીમાં આ સુવિધા આપે છે.હાલ જાહેર કર્યું કે 7 મેડિકલ કોલેજ બનાવશે.27 વર્ષ દરમ્યાન કેમ યાદ ન આવ્યું મેડિકલ કોલેજ બનાવવાનું.અમે આપેલા વચનોને આ લોકોએ જાહેર કર્યા છે.આને ચૂંટણી ઢંઢેરો ના કહેવાય

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Surat #alleges #Gopal Italia #BJP Manifesto #AAP state president
Here are a few more articles:
Read the Next Article