Connect Gujarat
સુરત 

સુરત : MTB કોલેજમાં ABVPનો હંગામો, આચાર્યની ઓફિસમાં કચરો ઠાલવી અનોખુ વિરોધ પ્રદર્શન કર્યું...

MTB કોલેજના આચાર્યની ઓફિસમાં હોબાળો, કચરાની દુર્ગંધના કારણે વિદ્યાર્થીઓ પરેશાની

X

સુરત શહેરના અઠવાલાઈન્સ ખાતે આવેલ MTB કોલેજના આચાર્યની ઓફિસમાં જ કચરો ઠાલવીને ABVP સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વારંવાર રજૂઆત છતાં પણ શાળાના આચાર્ય દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં ન આવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે.

સુરત ABVPના વિદ્યાર્થીઓ દ્વારા એમટીબી કોલેજના પ્રિન્સિપાલની ઓફિસમાં જઈને ભારત માતા કી જયના નારા લગાવી ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યો હતો. વિદ્યાર્થીઓએ કચરો એકત્રિત કરીને આચાર્યની ઓફિસમાં પ્રવેશી ગયા હતા અને આચાર્યની કેબિનમાં તો ઠીક પરંતુ તેમની ખુરશી અને ટેબલ ઉપર કચરો ફેંકી દીધો હતો. કોલેજના આચાર્યની ઓફિસમાં જ નારાબાજી પણ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ કોલેજના આચાર્યને હવે પછી કચરો ડમ્પ ન કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી દીધી છે. છેલ્લા ઘણા સમયથી MTB કોલેજ પ્રસાશન NSS અને NCCની ઓફિસ પાસે જ કચરો ડમ્પ કરતું હતું. કચરાની અસહ્ય દુર્ગંધનાં કારણે વિદ્યાર્થીઓ પરેશાન હતા. વિદ્યાર્થીઓની પરેશાનીને ધ્યાનમાં લેતા ABVP એ મહિનાથી કચરો દૂર કરવા રજૂઆત કરતું હતું. પરંતુ ABVPની માંગને હલકામાં લેતા કચરો દૂર ન થતા આજે ABVPના કાર્યકર્તાઓએ આચાર્યની ઓફિસમાં કચરો ઠાલવી આશ્ચર્યજનક પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો.

Next Story