છેલ્લા 29 વર્ષથી પોલીસ પકડથી દૂર હતો આરોપી, દેશી તમંચા સાથે આપ્યો હતો લૂંટને અંજામ : પોલીસ
મળતી માહિતી અનુસાર, વર્ષ 1996માં સુરત શહેરના સચિન વિસ્તારમાં ધાડ અને લૂંટની ઘટના બની હતી. દેશી તમંચા સાથે લૂંટ કરવાના ગુન્હામાં આરોપી સુરેશ સાધુ ઉર્ફે સાધવા પરીડા છેલ્લા 29 વર્ષથી ફરાર હતો.
આ મામલે સુરત LCB ઝોન-6 દ્વારા ફરાર આરોપીને 1800 કિલોમીટર દૂર ઓરિસ્સાથી ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીને પકડવા પોલીસે સ્થાનિક મજૂર, લોન્ડ્રી બોય તેમજ ઈંડાની લારીવાળાનો વેશ પલટો કર્યો હતો.
સતત 5 દિવસ સુધી સુરત પોલીસે ઓરિસ્સા ખાતે રેકી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો, ત્યારે હાલ તો સુરત પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.