શેર બજારના નામે આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ
ખોટી કંપનીઓ ઉભી કરી લોભામણી સ્કીમથી છેતરપિંડી
દુબઇથી આખે આખું નેટવર્ક ચલાવવામાં આવતું હતું
ગેંગના મેમ્બરને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો
આ ગેંગ વિરુદ્ધ 23 રાજ્યોમાં 171 ફરિયાદ નોંધાય ચુકી છે
સુરતના ભેજાબાજોએ શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને ભોળા નાગરિકોને છેતરતી દુબઈથી સંચાલિત આંતરરાષ્ટ્રીય ગેંગનો સાયબર ક્રાઇમ સેલે પર્દાફાશ કર્યો છે. અને વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને ભોળા નાગરિકોને છેતરતી દુબઈથી સંચાલિત આંતરરાષ્ટ્રીય ગેંગનો સાયબર ક્રાઇમ સેલે પર્દાફાશ કર્યો છે.આ ગેંગે બેંક ખાતાઓ અને આંગડિયા મારફતે 1400 કરોડથી વધુનું અધધ કૌભાંડ આચર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ મામલે અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ડેનિસ ધાનક, જયસુખ પટોળિયા, યશકુમાર પટોળિયા અને હાલમાં ઝડપાયેલ અજય ઉર્ફે ગોપાલ ભીંડીનો સમાવેશ થાય છે. આ ગેંગ વિરુદ્ધ ભારતના 23 રાજ્યોમાં કુલ 171 ફરિયાદો નોંધાઈ છે, જે આ કૌભાંડની વ્યાપકતા દર્શાવે છે.
સાયબર ક્રાઇમ સેલની તપાસમાં આંતરરાષ્ટ્રીય ગેંગની મોડસ ઓપરેન્ડીનો ઘટસ્ફોટ થયો છે. આ ગેંગ મુખ્યત્વે ખોટી કંપનીઓની સ્થાપના,લોભામણી સ્કીમો,ઓનલાઈન અને આંગડિયા દ્વારા નાણાંની ઉઘરાણી,મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ,દુબઈથી નેટવર્કનું સંચાલન કરીને નાણાંનું ટ્રાન્સફર અને લોન્ડરિંગથી લોકોને પોતાની જાળમાં ફસાવતી હતી.