સુરત: બોરસરા ગામની સીમમાં સામુહિક દુષ્કર્મની ઘટનામાં ઝડપાયેલા આરોપીનું શ્વાસ રૂંધાતા હોસ્પિટલમાં મોત

દુષ્કર્મનો એક આરોપી શિવ શંકર ચૌરસિયાને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. તેથી તેને સારવાર અર્થે સુરત સિવિલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો.જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું

New Update
Advertisment

સુરત સામુહિક દુષ્કર્મની ઘટનાનો મામલો 

Advertisment

પોલીસે બે આરોપીની કરી હતી ધરપકડ 

આરોપી  શિવ શંકર ચૌરસિયાની તબિયત લથડી હતી 

સિવિલ હોસ્પિટલમાં હતો સારવાર હેઠળ 

આરોપીને શ્વાસ લેવાની તકલીફ થતા નીપજ્યું મોત 

સુરત જિલ્લાના બોરસરા ગામની સીમમાં બનેલી સામુહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી,જેમાં એક આરોપીની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
સુરત જિલ્લામાં મોટા બોરસરા ગામની સીમમાં 9 ઓક્ટોબર,2024ની રાત્રીએ સગીર યુવતી  પર ગેંગરેપ થયો હતો. આ અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી લીધી હતી. ત્યારે બાદ સુરત ક્રાઇમ બ્રાંચની ટીમ આરોપીઓની શોધમાં લાગી હતી.ત્યારબાદ માંડવીના તડકેશ્વરમાં આરોપીઓ હોવાની જાણ થતા પોલીસ તડકેશ્વર ગામે પહોંચી હતી.
જ્યાં પોલીસને જોઈને ત્રણેય આરોપીઓ નાસવા જતા હતા તે સમયે પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ 3 આરોપીઓ પૈકી 2 નરાધમ એવા મુન્ના કરબલી પાસવાન અને શિવ શંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે રાજુ નામનો આરોપી ફરાર થઈ ગયો હતો.આજ રોજ દુષ્કર્મનો એક આરોપી શિવ શંકર ચૌરસિયાને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. તેથી તેને સારવાર અર્થે સુરત સિવિલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો.જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ અંગે LCB પોલીસ ઇન્સ્પેકટર રાજેશ ભટોલે જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન આરોપીને શ્વાસની તકલીફ થતાં બપોરના 1.30 વાગ્યે કામરેજ હેલ્થ સેન્ટર લઇ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં તેનું મોત થઈ ગયું હતું.આરોપીની તબિયત ખરાબ થવા અંગેનું કારણ જાણવા માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ પોલીસે શરૂ કરી છે.જ્યારે અન્ય એક આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

પોલીસ દ્વારા જાણવા મળ્યા મુજબ માંગરોળના મોટા બોરસરા ગામે સગીરા પર દુષ્કર્મ ગુજારનાર સામાન્ય નહીં પરંતુ રીઢા ગુનેગાર હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.તરૂણી પર દુષ્કર્મ ગુજારનાર ત્રણ પૈકીના બે નરાધમો મુન્ના પાસવાન અને શિવશંકર ચૌરસિયા રીઢા ગુનેગાર છે. તેમાં પણ શિવશંકર ચૌરસિયા સામે હત્યાનો ગુનો નોંધાયેલો છે.
Latest Stories