Connect Gujarat
સુરત 

સુરત : ચોકલેટની લાલચ આપી 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપીને દોષિત જાહેર કરાયો

સુરત શહેરના હજીરા વિસ્તારની શ્રમજીવી પરિવારની 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો છે

X

સુરત શહેરના હજીરા વિસ્તારની શ્રમજીવી પરિવારની 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો છે, ત્યારે ત્યારે આગામી તા. 29 ડિસેમ્બરના રોજ આરોપીને સજા ફટકારવામાં આવશે.

આજથી સાત-આઠ મહીના પહેલાં સુરતના હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર 5 વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી મૂળ મધ્યપ્રદેશનો 27 વર્ષીય આરોપી સુજીત મુન્નીલાલ સાકેત બદકામ કરવાના ઈરાદે પોતાની સાથે લઈ ગયો હતો. આરોપીએ ભોગ બનનાર બાળકી સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી તેની હત્યા કરી નાસી છૂટ્યો હતો, ત્યારે ભોગ બનનાર બાળકીના પરિવારે હજીરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આરોપી સુજીત સાકેતની પોલીસે પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો. 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવાના કેસમાં આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો છે. આરોપી વિરુધ્ધ સરકાર પક્ષના વિશેષ પુરાવા તથા આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ બાદ આ ચુકાદો પોક્સો કેસની ખાસ અદાલતમાં જાહેર કરવામાં આવશે, ત્યારે આગામી તા. 29 ડિસેમ્બરના રોજ આરોપીને સજા ફટકારવામાં આવશે. બાળકી સાથે બદકામ કરનાર આરોપી સુજીત સાકેતે આ ઘટના અગાઉ પણ એક બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે, એ બાળકીએ ઈંટ મારીને પ્રતિકાર કરતાં તે બચી ગઈ હતી. પરંતુ આ બાળકી સાથે આરોપીએ ક્રુર અને જઘન્ય કૃત્ય આચર્યુ છે. જેથી તેને કેપિટલ પનિશમેન્ટની સજા થાય તેવી માંગ કરવામાં આવશે, ત્યારે હાલ તો આરોપીને લાજપોર જેલમાં રાખવામાં આવ્યો છે.

Next Story