/connect-gujarat/media/post_banners/1991afb1c06f859bb72a17eb43c6c4d5fc94ccbb9b6ec14838c871ed36a32152.jpg)
સુરતના પાંડેસરામાં ચકચારી રેપ વિથ ડબલ મર્ડર કેસમાં સુરત કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છેજેમાં મુખ્ય આરોપી હર્ષસહાય ગુર્જરને ફાંસી તેમજ મદદગારી કરનાર આરોપી હરિઓમ ગુર્જરને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.
આ ચકચારી કેસની વિગત મુજબ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતો હર્ષસહાય રામરાજ ગુર્જર રાજસ્થાનથી એક મહિલા અને તેની પુત્રીને 35 હજારમાં ખરીદીને સુરત લાવ્યો હતો.આ માતા – પુત્રીને પહેલાં પરવટ પાટિયાના અનુપમ હાઇસ્ટ બિલ્ડિંગમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં કામરેજ નજીક માનસરોવર રેસિડેન્સી બિલ્ડિંગ નંબર -17 ના એક ખાલી ફલેટમાં રહેવાની વ્યવસ્થા કરાઇ હતી.મહિલાની હત્યા કર્યા બાદ આરોપી પુત્રી સાથે વારંવાર દુષ્કર્મ બાદ હત્યા કરી હતી મહિલા અને હર્ષસહાય વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા જેથી હર્ષસહાયે મહિલાની તેની પુત્રીની નજર સામે જ હત્યા કરી નાખી હતી .બાદમાં મહિલાની પુત્રીને તેના ઘરે લઇ ગયો હતો અને તેની પર અવારનવાર દુષ્કર્મ કરવામાં આચર્યું હતું.
માતા પુત્રીનો મૃતદેહ અલગ અલગ વિસ્તારોમાંથી ઝાડીમાંથી મળી આવ્યો હતો.આરોપીઓને કોર્ટે બે દિવસ પહેલા દોષિત જાહેર કર્યા હતા ત્યારે આરોપીઓને કેટલી સજા કરવામાં આવે તે બાબતે બંને પક્ષોની રજૂઆત નામદાર કોર્ટે સાંભળી હતી.આ કેસમાં કુલ 43 સાક્ષીઓને તપાસીને તેની જુબાની લેવામાં આવી હતી અને 120 જેટલા દસ્તાવેજો કોર્ટ સમક્ષ ૨જૂ કરવામાં આવ્યા હતા . દરમિયાન એડિશનલ સેશન્સ જજ અને સ્પેશિયલ જજ પોક્સો એ. એચ. ધામાણી સમક્ષ ટ્રાયલ ચાલી હતી. જેમાં આરોપીએ ગુનો કર્યો હોવાનું પુરવાર થયું હતું અને કોર્ટે મુખ્ય આરોપી હર્ષ ગુર્જરને ફાંસી તેમજ મદદગારી કરનાર આરોપી હરીઓમ ગુર્જરને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે