Connect Gujarat
સુરત 

સુરત: લાજપોર જેલમાં સજા કાપી રહેલ હત્યાના આરોપીએ પ્રાઈવેટ પાર્ટમાં સંતાડ્યા મોબાઈલ, સ્ક્રિનિંગમાં થયો પર્દાફાશ

લાજપોર જેલમાં સજા કાપી રહેલ હત્યાના આરોપીએ પ્રાઈવેટ પાર્ટમાં સંતાડેલ બે મોબાઈલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

X

સુરત લાજપોર જેલમાં સજા કાપી રહેલ હત્યાના આરોપીએ પ્રાઈવેટ પાર્ટમાં સંતાડેલ બે મોબાઈલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

સુરત લાજપોર જેલમાં કેદીઓ પાસેથી મોબાઇલ ફોન મળી આવવાની ઘટના અનેક વખત સામે આવતી હોય છે ત્યારે વધુ બે મોબાઈલ ફોન આરોપી પાસેથી મળી આવ્યા છે.જેલ સત્તાધીશો દ્વારા લાજપોર જેલના યાર્ડ નંબર B-6, બેરેક નંબર 303માં નોન લીનીયર જંક્શન ડિટેક્ટર મશીન દ્વારા કેદીઓની સ્કેનિંગ કરાવી હતી દરમ્યાન કીમ ખાતે ગાયત્રીનગર ખાતેના રહેવાસી 2021થી હત્યાના ગુનામાં લાજપોર જેલમાં બંધ કાચા કામના કેદી રવિ વસાવાના પ્રાઈવેટ પાર્ટમાંથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા.બે મોબાઇલ ફોન પૈકી એકમાં સીમકાર્ડ પણ મળી આવ્યું હતું.પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story