સુરતે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં મારી બાજી
સુરત શહેરને સોનાની મૂરત તરીકે દેશભરમાં જાણીતું બન્યું છે.જોકે સુરત શહેર દેશભરમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર તો મેળવ્યો છે,સાથે સાથે હવે સુરતની યશ કલગી સાથે વધુ એક મોર પીછું ઉમેરાયું છે.એક સમયે ગંદકી માટે જાણીતું સુરત શહેર આજે દેશભરમાં સ્વચ્છતા માટે પ્રથમ ક્રમ મેળવી અને એક આગવું સ્થાન ધરાવતું બન્યું છે. વાયુ સર્વેક્ષણમાં દેશભરમાંથી 131 શહેરોએ ભાગ લીધો હતો.જેમાં તમામ શહેરોને પછાડી મોટી છલાંગ લગાવી સુરત પ્રથમ ક્રમે આવ્યું છે.આ સર્વેક્ષણમાં 200 માર્ક માંથી 194 નું માર્ક્સ મેળવી સુરત જે રીતે પ્રથમ આવ્યું છે,તેને લઈને સુરતના લોકો સાથે મહાનગરપાલિકાના કર્મચારીઓમાં પણ ખુશીનું મોજુ ફરી વળ્યું છે.શહેરના મહાનગરપાલિકાના કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા શહેરના લોકો સાથે વહીવટી ટીમ અને મહાનગરપાલિકાના તમામ કર્મચારી અને અધિકારીઓનો આ સિદ્ધિ માટે આભાર વ્યક્ત કર્યો છે.