Connect Gujarat
સુરત 

સુરત : કોપીરાઇટના મુદ્દે હીરાના મેકિંગ મશીન મેન્યુફેક્ચર સામે કાર્યવાહીથી ખળભળાટ

સુરતમાં કોપીરાઇટના મુદ્દે હીરાના મેકિંગ મશીન મેન્યુફેક્ચર સામે કાર્યવાહી કરતા ખળભળાટ મચી છે.

X

સુરતમાં કોપીરાઇટના મુદ્દે હીરાના મેકિંગ મશીન મેન્યુફેક્ચર સામે કાર્યવાહી કરતા ખળભળાટ મચી છે. હીરાઉધોગમાં મેકિંગ મશીન તરીકે ઉપયોગમાં લેવાતી મશીનરીઓને એક વિદેશી કંપનીએ કોર્ટના ઓર્ડર સાથે સીલ મારવાનું શરૂ કરતાં ફરી એક વખત હીરા ઉદ્યોગકારો માં હોબાળો થયો છે 200 મશીનો સામે કાર્યવાહી થયું હોવાનું સામે આવ્યું છે.

મશીનરી મેન્યુફેક્ચરર દ્વારા ઉત્પાદિત કરાયેલી મશીનની કોપી કરવામાં આવી હોવાના આરોપ સાથે ભૂતકાળમાં પણ 7-8 વર્ષ પહેલાં સ્થાનિક મશીનરી ઉત્પાદનોના આવા મશીનો સીલ કરવામાં આવ્યા હતા.વિદેશી મેપિંગ મશીનોનો ખૂબ જ મોંઘો એકથી દોઢ કરોડ સુધીના ભાવ હોય છે જ્યારે આવા મશીનો સુરતમાં જ મશીનરી ઉત્પાદકો ૧૦થી ૧૨ લાખ માં બનાવે છે જોકે આ મશીનરીઓની કોપી કરવામાં આવી છે અને તેમાં ઉપયોગમાં લેવાતા સોફ્ટવેર પણ પાયરેટેડ હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે કોપીરાઇટ એકટનો ભંગ બદલ વિદેશી કંપની તરફથી કરવામાં આવેલી કાર્યવાહી સામે હીરાઉધોગમાં મશીનરી ઉત્પાદનોમાં હાલ ખળભળાટ મચી ગઇ છે વિદેશી કંપની દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના વિરુદ્ધમાં સરકાર સામે યોગ્ય રજૂઆત કરવા કવાયત હાથ ધરવામાં આવી છે જેને લઇને ડાયમંડ એસોસીએશન દ્વારા એક મીટિંગ પણ યોજવામાં આવી હતી.

Next Story