સુરત : મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હિટ સ્ટ્રોકના દર્દીઓની સારવાર માટેનું આગોતરૂ આયોજન,બેડ પર મુકાયા બાથટબ

ગુજરાત રાજ્યભરમાં અસહ્ય ગરમીથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે,ત્યારે હિટવેવની શક્યતાઓને જોતા સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હિટ સ્ટ્રોકના દર્દીઓની સારવાર માટે અનોખું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • સુરતમાં હીટવેવની હવામાન વિભાગે કરી છે આગાહી

  • કાળઝાળ ગરમી વચ્ચે હિટ સ્ટ્રોકના દર્દીઓ વધવાની સંભાવના

  • તકેદારીના ભાગરૂપે સ્મીમેર હોસ્પિટલમાં કરાયું આગોતરું આયોજન

  • ગરમીમાં હિટ સ્ટ્રોકના દર્દીઓ માટે અનોખી સારવાર અવ્યવસ્થા

  • હોસ્પિટલમાં હિટ સ્ટ્રોકના દર્દીઓ માટે બેડ પર બાથટબ મુકાયા

Advertisment

ગુજરાત રાજ્યભરમાં અસહ્ય ગરમીથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે,ત્યારે હિટવેવની શક્યતાઓને જોતા સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હિટ સ્ટ્રોકના દર્દીઓની સારવાર માટે અનોખું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યમાં તારીખ 21 અને 22 એપ્રિલે હીટવેવની શક્યતા છે. ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે હિટ સ્ટ્રોકના દર્દીઓ વધવાની સંભાવના પણ વધી જતી હોય છેજેને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે સ્મીમેર હોસ્પિટલે આગોતરું આયોજન કર્યું છે. હિટ સ્ટ્રોકના દર્દીને જરૂરી સારવાર મળી રહે તે માટે સ્મીમેરે ઈમરજન્સી વિભાગમાં AC,બાથટબ અને આઈસપેકની વ્યવસ્થા કરી છે.

હિટવેવની સ્થિતિમાં જો હિટ સ્ટ્રોકના કોઈ દર્દી આવે તો તેમને તાત્કાલિક જરૂરી સારવાર મળી રહે અને દર્દીનો જીવ બચાવી શકાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં પણ તકેદારીના ભાગરૂપે અલગથી 10 બેડનો વોર્ડ બનાવવા અને તેમા એર કુલરની વ્યવસ્થા કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

તકેદારીના ભાગરૂપે AC, બાથટબ અને આઈસપેકની વ્યવસ્થા અંગે સ્મીમેર હોસ્પિટલ સમિતિના મનપાના ચેરમેન મનીષા આહીરે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ગરમીમાં વધારાની શક્યતા અને હિટ સ્ટ્રોકના દર્દીઓ આવી શકે તેને ધ્યાનમાં રાખીને ઈમરજન્સીમાં AC,બાથટબ અને આઈસપેક સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisment
Latest Stories