Connect Gujarat
સુરત 

સુરત : અફઘાની છાત્રોની માંગણી, તેમના પરિવારજનોને પણ ભારત આવવા દો

સુરતમાં અભ્યાસ કરી રહયાં છે અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ, તાલિબાનની સત્તા બાદ અફઘાનિસ્તાનમાં છે અરાજકતાનો માહોલ.

X

સુરતમાં અભ્યાસ કરતાં અફઘાનિસ્તાના વિદ્યાર્થીઓના લલાટે ચિંતાની લકીરો સ્પષ્ટ જોઇ શકાય છે. અફઘાનિસ્તાનમાં ફેલાયેલી અરાજકતા વચ્ચે છાત્રોને તેમના પરિવારની ચિંતા સતાવી રહી છે.

અફઘાનિસ્તાનમાં છેલ્લા 20 વર્ષથી અમેરિકાની આગેવાનીમાં નાટો સેના અને તાલિબાનો વચ્ચે યુધ્ધ ચાલી રહયું છે પણ અમેરિકાએ સેના પાછી ખેંચી લેતાં ફરી તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો મેળવી લીધો છે. અફઘાનિસ્તાનથી કેટલાય વિદ્યાર્થીઓ ભારતની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહયાં છે. સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીમાં ભણતા અફઘાન વિદ્યાર્થીઓના લલાટે પણ ચિંતાની લકીરો ઉપસી આવી છે. ભારતમાં રહેતાં અફઘાની વિદ્યાર્થીઓ ત્યાંની પરિસ્થિતિ વિશે સાંભળીને જ ડરી રહયાં છે. તેમને ડર છે કે, તેમના પરિવારને તાલિબાનો મારી નાંખશે.

સુરતમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની યુનિવર્સીટીમાં બેઠક બોલાવવામાં આવી હતી. અફઘાની છાત્રોએ તેમના અફઘાનિસ્તાનમાં રહેતાં પરિવારના સભ્યોને ભારતના વિઝા આપી તેમને તેમની પાસે આવવા દેવામાં આવે તેવી માંગણી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવા માટે હવાઇ માર્ગ જ બાકી રહયો છે અને કાબુલ એરપોર્ટ પર અમેરિક સેના તૈનાત કરી દેવામાં આવી છે. અફઘાનિસ્તાનમાં ફેલાયેલી અરાજકતામાં વિદ્યાર્થીઓ તેમના પરિવાર સાથે વાતચીત પણ કરી શકતાં નથી ત્યારે હવે ભારત સરકાર તેમને કઇ રીતે મદદ કરે છે તે જોવું રહયું.

Next Story
Share it