Connect Gujarat
સુરત 

સુરત : કોરોના બાદ હવે સ્વાઇન ફ્લૂનો "કહેર", દર્દીઓ માટે હોસ્પિટલોમાં અલાયદો વોર્ડ ઊભો કરાયો

મનપાના આરોગ્ય તંત્ર દ્વારા શહેરની વિવિધ હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે અલાયદા વોર્ડની સુવિધા ઊભી કરવામાં આવી છે.

X

સુરત શહેર તથા જીલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો નોંધાયો છે, ત્યારે મનપાના આરોગ્ય તંત્ર દ્વારા શહેરની વિવિધ હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે અલાયદા વોર્ડની સુવિધા ઊભી કરવામાં આવી છે.

કોરોનાના કહેર બાદ હવે સુરત શહેર તથા જીલ્લામાં સ્વાઇન ફ્લૂનો કહેર વર્તાઇ રહ્યો છે. લોકોમાં શરદી-ખાંસી, તાવ અને ગાળામાં દુ:ખાવો થવો એ સ્વાઇન ફ્લૂના લક્ષણો છે, ત્યારે સ્વાઇન ફ્લૂના કારણે છેલ્લા 1 અઠવાડિયામાં 2 લોકોએ જીવ ગુમાવ્યો છે. સમગ્ર શહેરમાં સ્વાઇન ફ્લૂના 43 જેટલાં પોઝિટિવ કેસ નોંધાતા કુલ 16 જેટલાં દર્દીઓનની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ, 2 દર્દીઓ સિનિયર સીટીઝન હોવાથી તેઓને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી છે. જોકે, સ્વાઇન ફ્લૂના વધતાં કેસને જોતાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સ્મીમેર હોસ્પિટલ ખાતે સ્વાઇન ફ્લૂના સ્પેશ્યલ વોર્ડમાં એક દર્દીને દાખલ કરવામાં આવ્યો છે, ત્યારે હાલ તો સ્વાઇન ફ્લૂના કહેરને પહોચી વળવા મનપાનું આરોગ્ય વિભાગ સતર્ક થયું છે.

Next Story