સુરત: અંક્લેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝમાં ડ્રગ્સ ઉત્પાદન બાદ મુંબઈ સુધી થતું હતું સપ્લાય
અવસર એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાંથી 430 કિલોગ્રામ જેટલા શંકાસ્પદ માદક પદાર્થના જથ્થા સાથે 4 આરોપીઓને બે કરોડથી વધુનાં ડ્રગ્સ સાથે પોલીસે ઝડપી પાડયા
અવસર એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાંથી 430 કિલોગ્રામ જેટલા શંકાસ્પદ માદક પદાર્થના જથ્થા સાથે 4 આરોપીઓને બે કરોડથી વધુનાં ડ્રગ્સ સાથે પોલીસે ઝડપી પાડયા
સુરતમાં ભેજાબાજો દ્વારા આંગડિયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડીને અંજામ આપ્યો હતો.અને 51 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
સુરતમાં ભેજાબાજો દ્વારા આંગડિયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડીને અંજામ આપ્યો હતો.અને 51 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
સુરતમાં આર્થિક ક્રાઇમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.અને ભેજાબાજો દ્વારા છેતરપિંડી માટે પણ નિતનવી ચાલાકી કરવામાં આવી રહી છે,આવો જ એક બનાવ સરથાણા પોલીસ મથકના હદ વિસ્તારમાં બન્યો હતો.જેમાં ફરિયાદીના રૂપિયા 50 લાખ આંગડિયા પેઢીમાંRTGS કરવાના બહાને ભેજાબાજોએ રૂપિયા 1 લાખના કમિશન સાથે રોકડા રૂપિયા 51 લાખ ફરિયાદી પાસેથી મળેવી લીધા હતા.
જોકે સમય મર્યાદામાં રૂપિયાRTGS થયા ન હોતા,અને ભેજાબાજો ફરાર થઇ ગયા હતા.તેથી ફરિયાદીને છેતરપિંડીનો અણસાર આવ્યો હતો,અને તેઓએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.જેના આધારે પોલીસે કિશોર ઘોડાદરા,કિરીટ પટેલ અને જયેશ કેરાસીયાની ધરપકડ કરીને રૂપિયા 12.50 લાખ રોકડા રિકવર કર્યા હતા.અને પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
મોટા વરાછામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા
સુરતના મોટા વરાછા વિસ્તારમાં સગા ભાઈએ બહેન સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી,જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ભાઈ સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી.
સુરતના મોટા વરાછામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા હતા.જેમાંરૂપિયા 50 હજાર રોકડા અને 18 તોલા સોનુ પડાવી લીધા હતા. રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયા રોકડા રૂપિયા અને સોનાના દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા.જેના કારણે બહેનને છેતરપિંડીની શંકા જતા તેને ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.
પોલીસે તેઓની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી હતી,અને પોલીસે મુંબઈમાં બે દિવસ સુધી રેકી કરીને આરોપી ભાઈ રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયાની ધરપકડ કરી હતી.ઉત્રાણ પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 15 લાખ 54 હજાર 170નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.અને પોલીસ તપાસમાં આરોપી અક્ષય શિરોયા ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પણ ખૂલ્યું હતું.