સુરત: અંક્લેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝમાં ડ્રગ્સ ઉત્પાદન બાદ મુંબઈ સુધી થતું હતું સપ્લાય

અવસર એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાંથી 430 કિલોગ્રામ જેટલા શંકાસ્પદ માદક પદાર્થના જથ્થા સાથે 4 આરોપીઓને બે કરોડથી વધુનાં ડ્રગ્સ સાથે પોલીસે ઝડપી પાડયા

New Update

અંકલેશ્વરમાંથી ડ્રગ્સ ઉત્પાદનનો મામલો 

અંકલેશ્વરથી મુંબઈ સુધી થતું  હતું ડ્રગ્સ સપ્લાય 

પોલીસે ચાર આરોપીની કરી છે ધરપકડ 

આરોપીઓએ બે મહિનામાં કર્યો ડ્રગ્સનો વેપલો 

પોલીસે સમગ્ર મામલે તલસ્પર્શી તપાસ કરી શરૂ  

સુરતના વેલંજા પાસેથી કારમાં ડ્રગ્સ સપ્લાયના પર્દાફાશ બાદ અંકલેશ્વર માંથી વધુ એક ઔદ્યોગિક એકમ ડ્રગ્સ ઉત્પાદનમાં ઝડપાય ગયું હતું,અને આરોપીઓ દ્વારા મુંબઈ સુધી ડ્રગ્સનો વેપલો કરવામાં આવતો હતો.
સુરતના વેલંજા ગામ રંગોલી ચોકડી નજીકથી 2 કિલોથી વધુ એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. સાથે જ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા અવસર એન્ટરપ્રાઈઝ નામની કંપની માંથી એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. સાથે 430 કિલોગ્રામ જેટલા શંકાસ્પદ માદક પદાર્થના જથ્થા સાથે 4 આરોપીઓને બે કરોડથી વધુનાં ડ્રગ્સ સાથે પોલીસે ઝડપી લઈને ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે અવસર એન્ટરપ્રાઇઝમાં ફરજ બજાવતા મોન્ટુ પટેલ એચઆરમાં કામ કરે છે,જ્યારે વિરાટ પટેલ લેબમાં તથા વિપુલ પટેલ કેમિસ્ટ તરીકે ફરજ બજાવે છે,છેલ્લા બે મહિનામાં તેઓએ સુરત સહિત મુંબઈ સુધી ડ્રગ્સ સપ્લાય કર્યું હોવાની માહિતી બહાર આવી છે.જેના આધારે પોલીસે હાલમાં ચાર આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ  કરી છે.
#ડ્રગ્સ #Ankleshwar GIDC #એમડીડ્રગ્સ #MD ડ્રગ્સ #અવસર એન્ટરપ્રાઇઝ #Avasar Enterprises #Avasar Enterprises Ankleshwar
Here are a few more articles:
Read the Next Article